ગૃહપ્રધાન અમિત શાહે તેમનાં માતાના નામે અહીં પીપળાનાે રોપો વાવ્યો
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઇન્દોરમાં તેમનાં માતાના નામે વૃક્ષારોપણ કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે દેશભરમાં ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાન અંતર્ગત મધ્ય પ્રદેશમાં ૫.૫ કરોડ વૃક્ષારોપણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશના આર્થિક પાટનગર ઇન્દોરમાં ગઈ કાલે ૨૪ કલાકમાં ૧૧ લાખ વૃક્ષારોપણ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ થયો હતો. શહેરનાં વિવિધ સ્થળોએ એકસાથે કરવામાં આવેલા વૃક્ષારોપણમાં સામાન્ય લોકોની સાથે નૉન-રેસિડન્ટ ઇન્ડિયન્સ (NRI), બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનો, નૅશનલ કૅડેટ કૉર્ઝ (NCC) સહિત વિવિધ સામાજિક સંસ્થાઓના અસંખ્ય સ્વયંસેવકો સામેલ થયા હતા. ઇન્દોરની અટલ બિહારી વાજપેયી કૉલેજના પરિસરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ તેમનાં માતાના નામે પીપળાના રોપાનું વૃક્ષારોપણ
કર્યું હતું.