Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દુનિયાનાં ૧૦૦ સૌથી ગરમ શહેરોમાંના ૯૭ ભારતમાં

દુનિયાનાં ૧૦૦ સૌથી ગરમ શહેરોમાંના ૯૭ ભારતમાં

Published : 23 May, 2026 09:24 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શહેરોની યાદીમાં ૪૫ ડિગ્રીથી વધુ તાપમાન ધરાવતાં ભારતનાં શહેરો છે

રાંચીમાં ટ્રાફિક-પોલીસને ઍર કૂલિંગ જૅકેટ્સ આપવામાં આવ્યાં છે

રાંચીમાં ટ્રાફિક-પોલીસને ઍર કૂલિંગ જૅકેટ્સ આપવામાં આવ્યાં છે


હાલમાં ભારતનાં મોટા ભાગનાં રાજ્યો ભીષણ ગરમીમાં શેકાઈ રહ્યાં છે. માત્ર ઉત્તર પ્રદેશનું બાંદા શહેર જ નહીં; બિહારનું સાસારામ, ઉત્તર પ્રદેશનું વારાણસી અને ઓડિશાનું બાલનગીર શહેર પણ ૪૮ ડિગ્રી તાપમાનને પાર કરી ગયાં છે. આ તાપમાન સાથે એ સૌથી ગરમ શહેરો બની રહ્યાં છે. એક રીતે જોઈએ તો ભારતના ઉત્તર, મધ્ય અને પૂર્વ‍ અને પશ્ચિમ ભારતમાં આસમાનમાંથી ગરમી જ ઝરી રહી છે. દુનિયામાં બાવીસમી મેએ સૌથી ગરમ ૧૦૦ શહેરોની યાદીમાં ૯૭ શહેરો માત્ર ભારતમાં હતાં. આ શહેરોની યાદીમાં ૪૫ ડિગ્રીથી વધુ તાપમાન ધરાવતાં ભારતનાં શહેરો છે. ભારતીય સમય મુજબ ગઈ કાલે બપોરે ૨.૫૦ વાગ્યે દુનિયાનાં સૌથી ગરમ ૧૦૦ શહેરોની યાદીમાં ભારતીય શહેરોનો જાણે દબદબો હતો. ટૉપ ૧૦૦ ગરમાગરમ શહેરોની યાદીમાં માત્ર ૩ જ અપવાદ છે. નેપાલનું ધાંગઢી ૨૩મા ક્રમે, નેપાલગંજ ૩૪મા અને લુમ્બિની સાંસ્કૃતિ ૭૬મા ક્રમે છે. બાકીનાં તમામ શહેરો ભારતનાં છે. 

કાળઝાળ ગરમીમાં કૂલિંગ જૅકેટ્સ



રાંચી પણ વિશ્વના ટૉપ ૧૦૦ ગરમ દેશોની યાદીમાં છે. અહીં બપોરના સમયે રોડ પર તડકામાં ઊભા રહીને કામ કરતા ટ્રાફિક-પોલીસોને રાહત મળે એ માટે નવો પ્રયોગ થયો છે. ટ્રાફિક-પોલીસને ઍર કૂલિંગ જૅકેટ્સ આપવામાં આવ્યાં છે જે પહેરવાથી ભીષણ તાપથી રક્ષણ મળે છે.


હજી ૨૭ મે સુધી લૂ રહેશે

ભારતીય મોસમ વિભાગે કરેલી આગાહી મુજબ દિલ્હી અને ઉત્તર ભારતના વિસ્તારોમાં ૨૭ મે સુધી ભીષણ લૂની સ્થિતિ રહેશે. આજે રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, મધ્ય પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં હીટવેવ રહેશે. આ ગરમીને કારણે હૉસ્પિટલોમાં ડીહાઇડ્રેશન, જુલાબ અને હીટસ્ટ્રોકના દરદીઓની સંખ્યા વધી રહી છે.


બીજી તરફ આસામ, મેઘાલય, કેરલમ, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને તામિલનાડુમાં વરસાદ થવાનું અનુમાન છે. 

Whatsapp-channel Whatsapp-channel

23 May, 2026 09:24 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK