૭ ઑગસ્ટ સુધીમાં એનો સાત લાખ કરતાં વધુ લોકોએ લાભ લીધો હતો
ટિકિટ બુકિંગ કાઉન્ટર
કૅશલેસ ટ્રાન્ઝૅક્શન, ડિજિટલ પેમેન્ટનો વધુ ને વધુ લોકો ઉપયોગ કરે એવા આશય સાથે વેસ્ટર્ન રેલવેએ ૨૭ જુલાઈથી એનાં સ્ટેશનો પરના ટિકિટ બુકિંગ કાઉન્ટર પર ૬૩૨ QR કોડ લગાડ્યા છે. ૭ ઑગસ્ટ સુધીમાં એનો સાત લાખ કરતાં વધુ લોકોએ લાભ લીધો હતો અને તેમના દ્વારા ૭૬ લાખ રૂપિયા કરતાં વધુનું ડિજિટલ પેમેન્ટ કરવામાં આવ્યું હતું.