વીરજી ગડાને બિઝનેસ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ વર્લ્ડ રેકૉર્ડ બુક ઑફ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે
સન્માન થયું તે ક્ષણ
વીરજી ગડાને બિઝનેસ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ વર્લ્ડ રેકૉર્ડ બુક ઑફ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે. દાદરમાં ૩૫ વર્ષથી ‘પાનેરી’ સાડીની દુકાન ધરાવતા વીરજીભાઈ બિઝનેસની સાથોસાથ સામાજિક કાર્યો અને ગૌસેવા માટે નિરંતર કામ કરી રહ્યા છે. ગૌસેવા અને સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ તેમને વર્લ્ડ રેકૉર્ડ બુક ઑફ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે. ૨૪ માર્ચે દાદરના સિટીલાઇટ હૉલમાં યોજાયેલા સમારંભમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામદાસ આઠવલે, અભિનેતા મહેશ માંજરેકર, શર્મિલા રાજ ઠાકરે, અભિનેતા અમિત ભાનુશાલી અને થિયેટર નિર્માતા રાહુલ મધુકર ભંડારે ઉપસ્થિત રહ્યા હતા.

