એના રેગ્યુલર દિવા-પનવેલ રૂટ પરથી આગળ લઈ જવાઈ હતી. જોકે આ ચેન્જિસ કરવાને કારણે ટ્રેન દોઢ કલાક લેટ થઈ હતી
વંદે ભારત એક્સપ્રેસ
દિવાથી પનવેલના કોંકણ રેલવેના રૂટ પર મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી મડગાવ (ગોવા) જતી વંદે ભારત એક્સપ્રેસનો રૂટ સિગ્નલ-સિસ્ટમમાં ખામી આવવાને કારણે બદલવામાં આવતાં ગઈ કાલે ટ્રેન દોઢ કલાક મોડી પડી હતી.
આ બાબતે માહિતી આપતાં સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર ડૉ. સ્વપ્નિલ નીલાએ કહ્યું હતું કે ‘ટ્રેન સવારે ૬.૧૦ વાગ્યે દિવા સ્ટેશન પર આવી ગઈ હતી. પનવેલના રૂટ પર પાંચમી લાઇનના સિગ્નલમાં ખામી આવવાને લીધે ટ્રેન ૩૫ મિનિટ દિવા સ્ટેશન પર જ ઊભી રહી ગઈ હતી. એ પછી ટ્રેનને આગળ કલ્યાણ લઈ જવાઈ હતી. ત્યાંથી એ છઠ્ઠી લાઇન પર પાછી દિવા લાવવામાં હતી. એ પછી એને એના રેગ્યુલર દિવા-પનવેલ રૂટ પરથી આગળ લઈ જવાઈ હતી. જોકે આ ચેન્જિસ કરવાને કારણે ટ્રેન દોઢ કલાક લેટ થઈ હતી.’