સરકાર આ લૉજિક સમજાવે...
તસવીર : અતુલ કાંબળે
મુંબઈમાં છેલ્લા ૮ મહિનાથી કોરોનાનો કેર હોવાથી મોટા ભાગના લોકો લાંબા સમય સુધી ઘરમાં પુરાઈ રહ્યા હતા. ૨૪ કલાક દોડતા શહેર તરીકે ઓળખાતા મુંબઈ માટે આ અણધારી વાત કહેવાય. હવે જ્યારે કોરોના-કેસમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ખુલ્લી હવા લેવાનો મોકો મળ્યો હોવાથી ગઈ કાલે રવિવારની રજામાં મોટી સંખ્યામાં મુંબઈગરાઓ જુહુના દરિયાકિનારે જોવા મળ્યા હતા. હવે સરકારને સવાલ એ છે કે જો આટલી ગિરદી તમે જુહુ જેવા જાહેર સ્થળે બેરોકટોક ભેગી થવા દો છો તો લોકલ ટ્રેન બધા માટે શરૂ કેમ નથી કરતા? સરકાર સેકન્ડ વેવથી ગભરાય છે એવું વારંવાર કહેવાય છે તો પછી જાહેર સ્થળોએ આટલી ગિરદીથી કોરોનાનો પ્રસાર નહીં થાય એવું કઈ રીતે માની લેવાય? આને માટે કોઈ લૉજિક છે ખરું?

