મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં આજે દસ અગ્રણી રેલવે પ્રવાસી સંસ્થાઓ દ્વારા રેલવે સ્ટેશનો પર ‘વૅર યૉર વ્હાઇટ’ (Wear Your White Protest) વિરોધ શરૂ કર્યો છે. સ્ટેશનો પર ભીડ દૂર કરવા, લોકલ ટ્રેનોને પ્રાથમિકતા આપવા અને ઉપનગરીય રેલવે પરિવહન સંસ્થાની સ્થાપનાની માંગ બદલ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એકતાના પ્રદર્શન તરીકે, યુનિયનોએ મુંબઈકરોને ૨૨ ઓગસ્ટના રોજ એટલે કે આજે આંદોલનમાં ભાગ લેવાનું આહ્વાન કર્યું હતું. આ વિરોધ લોકલ ટ્રેન સેવાઓના સંચાલનને અસર કરશે નહીં.
સોમવારે, બોરીવલી સ્ટેશન પર કેબલ કપાઈ જવાને કારણે ઊભી થયેલી ટેક્નિકલ સમસ્યાઓને કારણે મુંબઈમાં પશ્ચિમ રેલવે નેટવર્ક પર લોકલ ટ્રેન સેવાઓ નોંધપાત્ર રીતે ખોરવાઈ ગઈ હતી, જેના કારણે ઘણા મુસાફરોને વિલંબ અને અસુવિધા થઈ હતી.
મહારાષ્ટ્ર (Maharashtra)ની વિપક્ષ પાર્ટી સહિત પ્રવાસી સંગઠન દ્વારા વારંવાર ચેતવણી આપ્યા છતાં, મુંબઇની લાઇફ લાઇન કહેવાતી લોકલ ટ્રેન (Mumbai Local Train)માં હજી પણ સામાન્ય લોકોને પ્રવાસની પરવાનગી આપવામાં આવી નથી. જો કે, લોકલ સેવા ડિસેમ્બર મધ્ય સુધી બધા માટે શરૂ થવાની આશા દર્શાવવામાં આવી રહી હતી. જ્યારે બીએમસીના કમિશનર પ્રમાણે, નવા વર્ષમાં બધા માટે લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી શકે છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK