થાણે અને ભિવંડીના જ્વેલર્સને છેતરનાર ગઠિયાને ઝડપીને ૨.૩ કરોડ રૂપિયાની સોનાની લગડીઓ રિકવર કરવામાં આવી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
થાણે શહેરના જ્વેલરો સાથે છેતરપિંડી કરવાના આરોપમાં રાજસ્થાનના ૪૬ વર્ષના જીવરામ વાણી ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી ૨.૩ કરોડ રૂપિયાની સોનાની લગડીઓ જપ્ત કરવામાં આવી છે
આ કેસની વિગતો આપતાં પોલીસે જણાવ્યું હતું કે ‘ઇન્ટર-સ્ટેટ તપાસ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-1 દ્વારા જીવરામ વાણી ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. રાજસ્થાનના વતની જીવરામ ચૌધરીએ ૨૦૨૫માં દિવાળી દરમ્યાન હાઈ ક્વૉલિટીનું સોનું સપ્લાય કરવાની ઑફર કરીને થાણે અને ભિવંડીમાં ઘણા જ્વલેર્સ સાથે છેતરપિંડી કરી હતી. જ્વેલર્સે તેને ઍડ્વાન્સમાં પૈસા ચૂકવ્યા હતા. ત્યાર બાદ તે સોનું આપ્યા વગર જ ગાયબ થઈ ગયો હતો. થાણે સિટી પોલીસ-સ્ટેશનમાં તેની સામે કેસ નોંધવામાં આવ્યા હતા.’
ADVERTISEMENT
જીવરામ વાણી ચૌધરી સતત પોતાનું સ્થાન બદલીને ધરપકડથી બચતો રહ્યો હતો. આખરે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર દીપક ઘુગેની આગેવાની હેઠળની એક ટીમે ગયા મહિને તેનો પીછો કરીને રાજસ્થાનના પાલી જિલ્લામાંથી તેને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી ૨.૩૦ કરોડ રૂપિયાની કિંમતની ૧.૯ કિલોથી વધુ વજનની સોનાની લગડીઓ અને ૧૭.૫ લાખ રૂપિયા રોકડા સહિત કીમતી વસ્તુઓ જપ્ત કર્યાં હતાં.
