હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેનું ઇન્ટરનૅશનલ સ્મારક દાદરના શિવાજી પાર્કમાં આવેલા મેયરના બંગલામાં રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. પહેલા તબક્કાનું કામ પૂરું થઈ ગયું છે
હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેનું ઇન્ટરનૅશનલ સ્મારક
હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેનું ઇન્ટરનૅશનલ સ્મારક દાદરના શિવાજી પાર્કમાં આવેલા મેયરના બંગલામાં રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. પહેલા તબક્કાનું કામ પૂરું થઈ ગયું છે અને એનું લોકાર્પણ ૨૩ જાન્યુઆરીએ થવાનું છે. બાકીનું કામ અત્યારે ચાલી રહ્યું છે. આ કામ જોવા માટે ગઈ કાલે શિવસેના-પ્રમુખ અને બાળાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર આદિત્ય સાથે ગયા હતા. મેયરના બંગલાની મુલાકાત લીધા બાદ ઉદ્ધવ ઠાકરેએ મીડિયાને કહ્યું હતું કે ‘આ સ્મારક એક વર્ષમાં તૈયાર થઈ જશે. બાળાસાહેબને વૃક્ષો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. અમારે વૃક્ષો કાપીને સ્મારક નહોતું બનાવવું એટલું જ નહીં, મેયરના બંગલાના પરિસરમાં નવું બાંધકામ પણ નહોતું કરવું એટલે અમે બંગલાને રિનોવેટ કરીને આ સ્મારક બનાવવાનો નિર્ણય લીધો હતો. હવે આ સ્મારક રાજ્ય સરકાર બનાવી રહી છે. મુખ્ય પ્રધાન હતો ત્યારે ભૂમિપૂજન કરેલું, હવે આ કામ મહાયુતિની સરકાર કરી રહી છે. સ્મારકનું શ્રેય લેવાને બદલે એ બની રહ્યું છે એ મહત્ત્વનું છે. મારી ઇચ્છા છે કે સ્મારકની મુલાકાત લેનારાઓ પાસેથી કોઈ ફી ન લેવામાં આવે.’