Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રના રાજકારણમાં શરદ પવાર નામનો અધ્યાય પૂરો થયો

મહારાષ્ટ્રના રાજકારણમાં શરદ પવાર નામનો અધ્યાય પૂરો થયો

Published : 27 November, 2024 12:47 PM | Modified : 27 November, 2024 12:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

EVM પર શંકા કરવા વિશે BJPના નેતા ગોપીચંદ પડાળકરે કહ્યું...

ગોપીચંદ પડાળકર

ગોપીચંદ પડાળકર


વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને જબરદસ્ત વિજય મળ્યો છે અને મહા વિકાસ આઘાડીનાં સૂપડાં સાફ થઈ ગયાં છે ત્યારે આવું રિઝલ્ટ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)માં ગરબડ કરીને આવ્યું હોવાનો આરોપ મહા વિકાસ આઘાડીના નેતા કરી રહ્યા છે. શરદ પવારે ગઈ કાલે EVM મામલે કાનૂની લડત લડવાની જાહેરાત કરી હતી. આ વિશે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય ગોપીચંદ પડાળકરે ગઈ કાલે કહ્યું હતું કે ‘શરદ પવારે હવે સ્વૈચ્છિક રાજકીય નિવૃત્તિ લેવાની જરૂર છે. આ નિર્ણય તેમણે વિધાનસભાની ચૂંટણી પહેલાં જ લઈ લેવો જોઈતો હતો. શરદ પવારે લોકસભાની ચૂંટણીમાં મોટો વિજય મેળવ્યા બાદ જનતા મહાયુતિને વિધાનસભાની ચૂંટણીમાં પણ હરાવશે એવું કહ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ તેમને તેમની જગ્યા દેખાડી દીધી છે. હવે શરદ પવાર નામનો અધ્યાય મહારાષ્ટ્રના રાજકારણમાં પૂરો થયો છે.’


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2024 12:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK