લૉ રેન્સ બિશ્નોઈના પિતરાઈ ભાઈનો દાવો
લૉરેન્સ બિશ્નોઈ
બાબા સિદ્દીકીના સલમાન સાથેના નજીકના સંબંધને લઈને લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે બાબા સિદ્દીકીની હત્યા કર્યા બાદ એમાં રોજેરોજ નવી માહિતી બહાર આવી રહી છે. સલમાન ખાનને મળી રહેલી ધમકીઓને લઈને તેનો પરિવાર ચિંતામાં મુકાયો છે ત્યારે હવે એમાં લૉરેન્સ બિશ્નોઈના ભાઈએ દાવો કર્યો છે કે સલમાનના પરિવારે કાળિયારના શિકારના કેસમાં ભૂતકાળમાં બિશ્નોઈ સમાજને પૈસા આપીને માંડવાળ કરવાની કોશિશ કરી હતી અને એ માટે બ્લૅન્ક ચેક આપ્યો હતો, પણ પરિવારે એ ઑફરને ઠુકરાવી દીધી હતી.
લૉરેન્સ બિશ્નોઈના પિતરાઈ ભાઈ રમેશ બિશ્નોઈએ હવે કહ્યું છે કે સલમાનના પરિવારે તેમને પૈસા આપીને એ કેસમાં પતાવટ કરવાની કોશિશ કરી હતી. રમેશ બિશ્નોઈએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ‘સલમાન ખાનના પિતા સલીમ ખાન કહી રહ્યા છે કે લૉરેન્સ ગૅન્ગ આ બધું પૈસા માટે કરે છે. હું તેમને યાદ દેવડાવવા માગું છું કે તેમનો દીકરાએ અમારા સમાજ સામે ચેકબુક ખુલ્લી મૂકી દીધી હતી અને કહ્યું હતું કે તમને જોઈતો આંકડો એમાં ભરી લેજો. જો અમે પૈસાના જ ભૂખ્યા હોત તો અમે ત્યારે જ લઈ લીધા હોત. જ્યારે સલમાને કાળિયારનો શિકાર કર્યો ત્યારે આખો બિશ્નોઈ સમાજ ઊકળી ઊઠ્યો હતો. અમે એ બાબતે કોર્ટ નિર્ણય લે એવું વલણ રાખ્યું હતું, પણ જો સમાજને હાંસીપાત્ર બનાવાય તો સમાજને ગુસ્સો આવે જ અને એ કુદરતી છે. આજે આખો સમાજ લૉરેન્સના સપોર્ટમાં છે.’

