દાદરના શિવાજી પાર્કમાં આવેલા બરિસ્તા કૉફીના આઉટલેટનું લાઇસન્સ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું
શિવાજી પાર્કમાં બરિસ્તા કોફી કંપની લિમિટેડનો ફોટો
દાદરના શિવાજી પાર્કમાં આવેલા બરિસ્તા કૉફીના આઉટલેટનું લાઇસન્સ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. અહીંના રેફ્રિજરેટર અને ફ્રિજમાં કાટ લાગેલો હોવાનું જણાતાં તથા એ તૂટેલું-ફૂટેલું અને અસ્વચ્છ હોવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી. રેફ્રિજરેટરનું ટેમ્પરેચર પણ નિયમોના હિસાબે મેઇનટેન કરવામાં આવતું ન હોવાનું પણ FDAની રેઇડ દરમ્યાન જણાયું હતું.
આ રેફ્રિજરેટરમાં આઇસક્રીમ, કાપેલાં વેજિટેબલ્સ તથા અન્ય ફૂડ-આઇટમ્સ રાખવામાં આવી હતી જે આવી હાલતમાં રહેલા રેફ્રિજરેટરમાં ખરાબ થઈ જવાની શક્યતા હોવાથી ગ્રાહકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું કરી શકે એવી શક્યતા હોવાને પગલે FDAએ આ કાર્યવાહી કરી હતી.
મુંબઈમાં મલાડમાં સૅન્ડી દા ઢાબા અને ફૂડ હબ તથા કાંદિવલીમાં મિલ્કોઝ ડેરી પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડનાં પણ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ગુરુવારે FDA દ્વારા કુલ ૨૧ ફૂડ-ઍસ્ટૅબ્લિશમેન્ટ્સનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.
