Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માથેરાનની રોડ ટ્રીપ માહતમમાં ફેરવાઇ, ખાડામાં બાઇક અથડાતાં 24 વર્ષની યુવતીનું કરૂણ મોત

માથેરાનની રોડ ટ્રીપ માહતમમાં ફેરવાઇ, ખાડામાં બાઇક અથડાતાં 24 વર્ષની યુવતીનું કરૂણ મોત

06 August, 2024 07:17 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Road Accident: સાત મિત્રોનું ગ્રૂપ ભાયખલામાં તેમના નિવાસસ્થાનેથી ચાર બાઇક લઈને માથેરાન જવા માટે મોન્સૂન રોડ ટ્રીપ માટે રવાના થયા હતા.

પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)


નવી મુંબઈ ખાતે એક ભયાવહ માર્ગ અકસ્માત (Mumbai Road Accident) સર્જાયો હતો. મુંબઈથી માથેરાન જવા નીકળેલા સાત મિત્રોની આ રોડ ટ્રીપ તેમની માટે એક ભયાનક સપનું બની ગયું હતું, કારણકે પલસ્પા-જેએનપીટી રોડ પરના ખાડા (પોથહોલ) માં પડીને એકનું મૃત્યુ થયું હતું. આ અકસ્માત રવિવારની વહેલી સવારે થયો હતો જેમાં બાઇક પાછળ બેસેલી માનસી પાંડુરંગ રોકડે (24)  મોટર સાયકલ પોથહોલમાં અથડાતા તે બાઇક પરથી પડી ગઈ હતી.


સાત મિત્રોનું ગ્રૂપ ભાયખલામાં તેમના નિવાસસ્થાનેથી ચાર બાઇક લઈને માથેરાન જવા માટે મોન્સૂન રોડ ટ્રીપ માટે રવાના થયા હતા. રવિવારે સવારે 4.30 વાગ્યાની આસપાસ તેમની સફર પૂરી કરીને તેઓ મુંબઈ પરત આવતા હતા. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Mumbai Road Accident) પણ દાખલ કરવામાં આવી હતી. પનવેલ સિટી પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી આદેશ કિશોર લાડ (24)એ જણાવ્યું છે કે તે તેની બાઇક ચલાવી રહ્યો હતો ત્યારે માનસી રોકડે તેની બાઇક પાછળ બેસી હતી. લાડે તેની ફરિયાદમાં જણાવ્યું છે કે આ બાઇક તેના ભાઈની છે અને તે ઘણી વાર તેનો ઉપયોગ તેમની મનોરંજક સવારી માટે કરતો હતો અને તેઓ નિયમિતપણે બાઇક પર ફરવા માટે નીકળતા હતા. તેમનું આ ગ્રૂપ જ્યારે જેએનપીટી રોડ પર પહોંચ્યું ત્યારે બાઇક નંદગાંવ ગામ પાસે રોડ પરના ખાડામાં અથડાઇ હતી.



લાડે તેની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે તેની બાઇક ખાડામાં અથડાતાં પાછળ બેસેલી માનસીએ પાછળથી આવી રહેલા ટ્રક તરફ હાથ બતાવ્યો હતો, પરંતુ ટ્રેલર તેની ચાલકે અવગણના કરીને આગળ ચાલ્યો ગયો જેને કારણે તેણે બાઇકનું બેલેન્સ ગુમાવતાં બાઇકનું કંટ્રોલ (Mumbai Road Accident) જતાં બાઇક પરથી બંને પડી ગયા હતા અને આ ટ્રકે માનસીના ઉપરથી ચાલ્યો ગયો હતો. આ અકસ્માત બાદ સ્થાનિકોની મદદથી માનસીને એમ્બ્યુલન્સમાં જિલ્લા પરિષદની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ સારવાર પહેલા જ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.


આ મામલે પોલીસે માહિતી આપતા કહ્યું કે “અમારી પાસે ટ્રેલરનો રજીસ્ટ્રેશન નંબર છે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ (Mumbai Road Accident) કરવામાં આવશે. પનવેલ સિટી પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ટ્રકના ડ્રાઇવરની બેદરકારી અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગને કારણે થયેલી ગંભીર ઇજાઓને કારણે માનસીનું મૃત્યુ થયું હતું. પોલીસે કલમ 106 (1) બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ, 289- ઉતાવળથી કાર્ય, 125 (A) - માનવ જીવનને જોખમમાં મૂકવું, 125 (B) - કલમ 184- અવિચારી ડ્રાઇવિંગ, 134 (134) A) (B) - મોટર વ્હીકલ એક્ટ (MVA) ની ડ્રાઈવર ડ્યુટી હેઠળ બીએનએસને ગંભીર ઇજા પહોંચાડવા હેઠળ ગુનો દાખલ કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2024 07:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK