પાછો ખેંચી લેવાનો આદેશ આપ્યો FSSAIએ
પ્રતીકાત્મક તસવીર
યોગગુરુ બાબા રામદેવની પતંજલિ ફૂડ્સ કંપનીએ બજારમાં વેચાણ માટે મૂકેલો ચાર ટન એટલે કે ૪૦૦૦ કિલોગ્રામ રેડ ચિલી પાઉડરને રીકૉલ કર્યો છે અને ગ્રાહકોને આ પાઉડરનાં પાઉચને જે દુકાનમાંથી ખરીદ્યાં છે ત્યાં જ પાછાં આપી રીફન્ડ લેવા માટે જણાવ્યું છે. કંપનીએ આ રેડ ચિલી પાઉડર ૨૦૦ ગ્રામના પાઉચમાં વેચ્યો હતો અને એમાં પેસ્ટિસાઇડ્સના અવશેષો સરકારે નક્કી કરેલી લિમિટ કરતાં વધારે પ્રમાણમાં હતાં અને તેથી તમામ પાઉચને પાછાં મગાવી લેવા માટે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ આદેશ આપ્યો હતો. જે બૅચનાં આ પાઉચ છે એનો નંબર AJD2400012 છે.