તરત જ ત્યાંથી સ્પીડ-બોટ મોકલવામાં આવી હતી અને એ સ્પીડ-બોટમાં પ્રવાસીઓને સુખરૂપ માંડવા જેટી લઈ આવવામાં આવ્યા હતા.
ગેટવે ઑફ ઇન્ડિયા
ગેટવે ઑફ ઇન્ડિયાથી માંડવા જઈ રહેલી અજન્તા કંપનીની બોટ માંડવા જેટીથી દોઢ કિલોમીટર દૂર હતી ત્યારે ભારે પવનને લીધે ઊંચાં ઊછળતાં મોજાંનું પાણી બોટમાં ભરાવા માંડ્યું હતું, જેને કારણે બોટમાં હોહા મચી ગઈ હતી અને ૧૩૦ પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા એટલે માંડવા જેટીને જાણ કરવામાં આવી હતી. તરત જ ત્યાંથી સ્પીડ-બોટ મોકલવામાં આવી હતી અને એ સ્પીડ-બોટમાં પ્રવાસીઓને સુખરૂપ માંડવા જેટી લઈ આવવામાં આવ્યા હતા.
બોરીવલીમાંથી સાડાપાંચ લાખના મેફેડ્રોન સાથે કચ્છી યુવાન પકડાયો
ADVERTISEMENT
બોરીવલી-વેસ્ટની દેવીદાસ લેનમાં ફુટપાથ પર ઊભા રહીને મેફેડ્રોન વેચતા ૩૭ વર્ષના ગુંજન જાદવજી છેડાને બુધવારે પોલીસે ઝડપી લીધો હતો. તેની પાસેથી સાડાપાંચ લાખ રૂપિયાનું ૫૪ ગ્રામ મેફેડ્રોન ડ્રગ મળી આવ્યું હતું. તે આ પહેલાં પણ ડ્રગ વેચતાં પકડાયો હતો. બોરીવલી પોલીસ તેની સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબસ્ટન્સિસ ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી રહી છે.
ગંગા તેરા પાની કહાં?
પ્રયાગરાજમાં ઉનાળાની આકરી ગરમીમાં ગંગા નદીનું પાણીનું સ્તર કેટલું ઘટી ગયું છે જુઓ.

