૬ લેનના એક્સપ્રેસવે પર સમૃદ્ધિ મહામાર્ગ પર ઈગતપુરી પાસે જેવી ટનલ બનાવવામાં આવી છે એવી ડુંગરને કોતરીને બેથી ત્રણ ટનલ બનાવવાનો પ્લાન છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પાલઘરમાં ૭૬,૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આકાર લઈ રહેલા વાઢવણ બંદર સાથે ઉત્તર અને ઉત્તર પૂર્વનાં રાજ્યો સાથે રોડ-કનેક્ટિવિટી માટે સરળતા રહે એ માટે નાશિકથી વાઢવણ બંદર વચ્ચે ૧૦૩ કિલોમીટર લાંબો એક્સપ્રેસવે બનાવવાનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. ૬ લેનના એક્સપ્રેસવે પર સમૃદ્ધિ મહામાર્ગ પર ઈગતપુરી પાસે જેવી ટનલ બનાવવામાં આવી છે એવી ડુંગરને કોતરીને બેથી ત્રણ ટનલ બનાવવાનો પ્લાન છે.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC)એ આ એક્સપ્રેસવે બનાવતાં પહેલાં એનો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે જેનો કમ્પ્લીટ સ્ટડી કરતાં બે મહિના લાગશે. એક વાર આ એક્સપ્રેસવે બની જશે એ પછી નાશિક રાજ્યનું મહત્ત્વનું ગ્રોથ હબ બની જશે. ફિઝિબિલિટી રિપોર્ટ પછી ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવામાં ૬ મહિના નીકળી જશે ત્યાર બાદ એ મંજૂર થશે તો એનાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.

