મહારાષ્ટ્રમાં પાલઘર જિલ્લાના વિરારમાં ગુરુવારે રાત્રે દર્દનાક ઘટનાથી ચકચાર મચી જવા પામી. અહીં એક સૂટકેસમાં મહિલાનું કપાયેલ માથું મળી આવ્યું હતું. પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે. (તસવીરો- હનીફ પટેલ)
ઇનરવિલ ક્લબ ઓફ બોમ્બે એરપોર્ટ ટિયારા દ્વારા પાલઘરમાં જે સ્કૂલને દત્તક લેવામાં આવી છે તે સ્કૂલની મુલાકાત લેવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક કિટ અને નાસ્તો આપવામાં આવ્યો હતો. આ સાથે જ તેઓને જ્ઞાનસભર રમતો પણ રમાડવામાં આવી હતી. સસુવિધા વચ્ચે ભણતાં અનેક બાળકોના મુખ પર `હમ હોગે કામિયાબ એક દિન`ના ભાવ દ્રશ્યમાન થતા હતા.
મુંબઈ ઈનર વ્હીલ એરપોર્ટ ટિયારાના પ્રેસિડન્ટ અલ્પા અપૂર્વશાહે હમેશા નવા પ્રોજકટ લઈને આવે છે. તાજેતરમાં જ પાલઘર વિસ્તારમાં આવેલ એક જર્જર સ્કૂલને તેઓએ રીનોવેટ કરાવી છે. ગઇકાલે તેના ઓપનિંગ માટે સૌ ભેગા થયા હતા. વિદ્યાર્થીઓના ચહેરા પરની સ્માઇલ જ તેમનો સંતોષ અને આનંદ વ્યક્ત કરે છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK