આ ઑપરેશન બે દિવસ પૂર્વે હાથ ધરવામાં આવ્યું હતું અને હાલમાં બન્ને આરોપીઓને વધુ પૂછપરછ માટે દિલ્હી લઈ જવામાં આવ્યા છે
પ્રતીકાત્મક તસવીર
દેશના યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં ધકેલવા માટે ચાલતા ઑનલાઇન નેટવર્કનો મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) અને દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે પર્દાફાશ કર્યો છે. એક સંયુક્ત ઑપરેશન દરમ્યાન આતંકવાદી જૂથ સાથે સંકળાયેલા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
બાતમીના આધારે તપાસ-એજન્સીઓએ થાણેના ખડવલી અને કુર્લામાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમ્યાન ઝડપાયેલા આરોપીઓ પાસેથી વાંધાજનક દસ્તાવેજો, મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ જપ્ત કરવામાં આવ્યાં છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ બન્ને જણ પ્રતિબંધિત જૂથ વતી ઑનલાઇન પ્લૅટફૉર્મ દ્વારા યુવાનોનું બ્રેઇન-વૉશ કરવાનું કામ કરતા હતા.
ADVERTISEMENT
પોલીસ-અધિકારીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે ‘આ ઑપરેશન બે દિવસ પૂર્વે હાથ ધરવામાં આવ્યું હતું અને હાલમાં બન્ને આરોપીઓને વધુ પૂછપરછ માટે દિલ્હી લઈ જવામાં આવ્યા છે.`
