Mumbai: મુંબઈ (Mumbai)નો વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ કે જે બાંદરાના પાલી હિલ ખાતે આવેલ છે. છેલ્લા ઘણા સમયથી આ પ્લાન્ટ કાર્યરત નહોતો. પરંતુ હવે આ પ્લાન્ટને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (Mumbai)નો વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ કે જે બાંદરાના પાલી હિલ ખાતે આવેલ છે. છેલ્લા ઘણા સમયથી આ પ્લાન્ટ કાર્યરત નહોતો. પરંતુ હવે આ પ્લાન્ટને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા લગભગ એક વર્ષ બાદ તેને ફરીથી શરૂ કરવામાં આવનાર છે.
આ પ્લાન્ટ કે ૩જી મે ૨૦૧૮ના રોજ કાર્યરત થયો હતો. તેની સ્થાપના પાલી હિલ રેસિડન્ટ્સ એસોસિએશન (પીએચઆરએ)ની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. વિકેન્દ્રીકૃત કચરા પર પ્રક્રિયા (Mumbai) કરવા માટેનો આ મુંબઈનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ છે. પાલી હિલ ખાતેનો આ પ્રોજેક્ટ કચરા વ્યવસ્થાપન અને રિન્યૂએબલ એનર્જી જનરેશન માટે એક મોડેલ હતો.
ADVERTISEMENT
આ પ્લાન્ટ વિશે વાત કરવામાં આવે તો તે રોજનો એક ટન ઓર્ગેનિક કચરા પર પ્રક્રિયા કરી શકે છે. આ પ્લાન્ટ બાંદા વિસ્તારમાં આશરે ૭૯ રહેણાંક ઇમારતો અને ૨૩ બંગલાઓને આવરી લે છે. જેમાં ગીતકાર ગુલઝાર, ફિલ્મ નિર્માતા રાકેશ ઓમ પ્રકાશ મહેરા, દિવંગત અભિનેતા ઋષિ કપૂર અને પીઢ અભિનેતા દિલીપ કુમાર જેવી અગ્રણી હસ્તીઓના ઘર પણ આવી જાય છે.
પ્રાપ્ત રિપોર્ટ અનુસાર આ પ્લાન્ટ થકી દરરોજ આશરે 680થી 720 કિલોગ્રામ ઓર્ગેનિક કચરા પર પ્રક્રિયા કરવામાં આવતી હતી અને તેમાંથી વીજળી અને ખાતરમાં તૈયાર થતું હતું. ધ ઇન્ડિયન એક્સપ્રેસના રપોર્ટ અનુસાર આ પ્લાન્ટ (Mumbai) દ્વારા ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ વિસ્તારમાં લગભગ 69 સ્ટ્રીટ લાઇટને અજવાળવા તેમજ પ્લાન્ટની કામગીરીને ટેકો આપવા માટે કરવામાં આવતો હતો.
આ રીતે બંધ થયો હતો પ્લાન્ટ
આ પ્લાન્ટ બાંદરા જળાશયની (Mumbai) બાજુમાં છે અને રેસિડેન્શિયલ ટાવરથી ઘેરાયેલ છે, તેમ છતાં આ પ્લાન્ટ જ્યારે ચાલુ તો તે વર્ષોમાં અત્યાધુનિક ઉપકરણો અને મેટેનન્સને કારણે તેમાંથી વાસ આવી નહોતી. પણ ૨૦૨૧માં મૂળ ઓપરેટરનો કોન્ટ્રેક્ટ પૂરો થઈ ગયા પછી આવી સમસ્યાઓ શરૂ થઈ હતી. પછી આની માટે નવી એજન્સી નિયુક્ત કરવામાં આવી હતી પણ કોઈ ધાર્યું પરિણામ મળ્યું નહોતું. છેવટે તેની કામગીરીમાં સમસ્યાઓ ઊભી થઇ અને આખરે આ પ્લાન્ટ બંધ થઈ ગયો. નવા ઓપરેટરે પૂરતી જાળવણી કરી ન કરી અને જુલાઈ ૨૦૨૫માં કહી દીધું હતું કે તેમનાથી હવે આ પ્લાન્ટ મેનેજ થઈ શકશે નહીં. ત્યારથી આ પ્લાન્ટ બંધ રહ્યો છે.
હવે આનંદના સમાચાર એ છે કે ભાજપના કાઉન્સિલર સ્વપ્ના મ્હાત્રે દ્વારા સિવિક અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓ વચ્ચે મીટિંગ થઈ હતી અને આ પ્લાન્ટ ફરી શરૂ કરવાને વેગ મળો હતો. બીએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે સિવિક બોડી હવે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ભંડોળ દ્વારા આ પ્લાન્ટને ફરીથી શરૂ કરાશે. અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો હેઠળ નવા ઓપરેટરની અપોઇન્ટમેન્ટ થઈ શકે એવા પ્રયાસ કરાશે.
