છથી વધુ કલાક સુધી ટ્રેનો એક જગ્યાએ સાવધાન પોઝિશનમાં ઊભી ને ઊભી રહી: આ ધમાલમાં પાટા ક્રૉસ કરતા ત્રણ જણનું લોકલ ટ્રેનની અડફેટે આવીને મૃત્યુ થયું
ટ્રેનોનું ટાઇમટેબલ ખોરવાતાં પીક અવર્સ દરમ્યાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર ટ્રેનની રાહ જોઈને ત્રાસેલા પ્રવાસીઓની ભીડ. તસવીર : આશિષ રાજે
મુલુંડ-નાહૂર વચ્ચે લટકતા ઓવરહેડ વાયરને લીધે અને કાંજુરમાર્ગમાં સિગ્નલિંગ કૅબિનમાં આગ લાગવાને પગલે આખો દિવસ ટ્રેન-વ્યવહાર ખોરવાઈ ગયો: સવારે સાડાનવ વાગ્યાની આસપાસ ઊભી થયેલી સમસ્યાને પગલે લોકલ ટ્રેન અને મેલ-એક્સપ્રેસ ટ્રેનોની એકની પાછળ એક લાઇન લાગી, છથી વધુ કલાક સુધી ટ્રેનો એક જગ્યાએ સાવધાન પોઝિશનમાં ઊભી ને ઊભી રહી: આ ધમાલમાં પાટા ક્રૉસ કરતા ત્રણ જણનું લોકલ ટ્રેનની અડફેટે આવીને મૃત્યુ થયું
ભાંડુપની નજીક અને ઘાટકોપર-વિક્રોલી વચ્ચે થયા અૅક્સિડન્ટ
ADVERTISEMENT
સેન્ટ્રલ રેલવેના લોકલ માર્ગ પર ગઈ કાલે સવારથી જ મોડી રાત સુધી ટ્રેનવ્યવહાર ખોરવાઈ જતાં લાખો મુસાફરોએ ટ્રૅક પર ચાલીને નજીકના રોડ સુધી પહોંચવાની ફરજ પડી હતી. આ ધાંધિયા દરમ્યાન ટ્રૅક ક્રૉસ કરવામાં ૩ મુસાફરોએ ટ્રેનની ટક્કર લાગતાં જીવ ગુમાવ્યો હતો. ભાંડુપ રેલવે-સ્ટેશન નજીક ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેનની અડફેટે આવી જતાં ગઈ કાલે બપોરે ૨૧ વર્ષના સાહિલ થિટેનું મૃત્યુ હતું. સાહિલ મુલુંડ કૉલોનીના અમરનગર વિસ્તારનો રહેવાસી હતો અને કૉલેજનો વિદ્યાર્થી હતો. ભાંડુપ સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૪ પરથી પ્લૅટફૉર્મ-નંબર ૩ પર આવતી લોકલ ટ્રેન પકડવા માટે રેલવે-ટ્રૅક ઓળંગી રહેલા સાહિલને ટ્રેને જોરદાર ટક્કર મારી હતી.
મોડી સાંજે ઘાટકોપર-વિક્રોલી વચ્ચે ટ્રૅક ક્રૉસ કરતા બે યુવાનોએ પણ ટ્રેનની અડફેટે આવતાં જીવ ગુમાવ્યો હતો. રાહુલ રાજભર અને ખરબાન રાજભર તરીકે તેમની ઓળખ થઈ હતી.
