ઘટના બાદ, આરોપી ભીડનો લાભ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ૬ નવેમ્બરના રોજ ભાયંદર રેલવે પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધવામાં આવ્યો હતો. શરૂઆતમાં, આ કેસ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૭૪, ૧૧૭(૨) અને ૩૫૨ હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો.
પીડિતાએ વિગતો જણાવી હતી (તસવીર: સોશિયલ મીડિયા)
મુંબઈ લોકલ ટ્રેનમાં એક યુવતીની છેડતી કર્યા બડ તેને ટ્રેનમાંથી ધક્કો મારી દેવામાં આવ્યો હોવાની ઘટના બની છે. બોરીવલીથી વિરાર જતી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, એક મુસાફરે યુવતી સાથે અશ્લીલ વર્તન કર્યું હતું. યુવતીએ તેનો વિરોધ કરી આરોપીને પોતાની ચંપલ વડે માર માર્યો. આના જવાબમાં, આરોપીએ તેને નાયગાંવ સ્ટેશન પાસે ટ્રેનમાંથી રેલવે ટ્રેક પર ધક્કો મારી દીધો. પરિણામે, યુવતીનો ડાબો હાથ કોણીની નીચેથી કપાઈ ગયો. તેના માથા પર પણ ગંભીર ઈજા થઈ છે, જેના માટે ૧૬ ટાંકા લેવા પડ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ખોટી રીતે સ્પર્શ કર્યો
ADVERTISEMENT
આ ઘટના ૪ નવેમ્બરના રોજ બની હોવાનું જાણવા મળ્યું છે. પીડિતા બોરીવલીથી નાયગાંવ તરફ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. તેની ફરિયાદ મુજબ, એક વ્યક્તિ વારંવાર તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. આ છેડતીનો વિરોધ કરતા, યુવતીએ આરોપીને પોતાની ચંપલ માર્યો, જેના કારણે બન્ને વચ્ચે ઝઘડો થયો. ત્યાં હાજર અન્ય મુસાફરોએ યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો. આ ઝઘડા દરમિયાન, આરોપીએ પીડિતાને અપશબ્દો કહ્યા અને પોતાની ચંપલ યુવતી તરફ ફેંકી.
ટ્રેનના પૈડાં નીચે હાથ કપાઈ ગયો
ટ્રેન નાયગાંવ સ્ટેશને પહોંચી ત્યારે પણ વિવાદ ચાલુ રહ્યો. પીડિતાના જણાવ્યા અનુસાર, જ્યારે ટ્રેન સ્ટેશન પર ઊભી હતી, ત્યારે આરોપીએ તેને જોરથી ધક્કો માર્યો. તે બે ડબ્બાઓ વચ્ચેની જગ્યામાંથી સીધી રેલવે ટ્રેક પર પડી ગઈ. યુવતીએ પ્લેટફોર્મ પર ચઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે જ સમયે ટ્રેન ચાલવા લાગી. તેનો ડાબો હાથ ટ્રેનના પૈડાં નીચે આવી ગયો, જેના કારણે તે કોણીની નીચેથી કપાઈ ગયો. તેના માથા પર પણ ગંભીર ઈજા થઈ છે. એક પોલીસ અધિકારી અને અન્ય મુસાફરોએ તેને પ્લેટફોર્મ પર લાવવામાં મદદ કરી.
હત્યાના પ્રયાસની કલમ ઉમેરવાની માગ
Mumbai - A 20-year-old woman suffered the amputation of her left arm after she was allegedly molested aboard a crowded Mumbai suburban local train and then pushed from the train near Naigaon railway station in the Mira-Bhayandar area. According victim’s the incident occurred on the evening of November 4 while she was travelling from Borivali toward Virar. Due to the crowd, she had entered a compartment reserved for persons with disabilities. A fellow passenger allegedly began touching her inappropriately. When she objected and confronted him, an argument broke out. The confrontation continued as the train reached Naigaon station, where the man allegedly pushed her out. She fell into the gap between coaches; as she tried to get back onto the platform, the train started moving and her left arm was trapped under the wheels. She also sustained head injuries requiring stitches and was later treated at Cooper Hospital. The accused has been identified as 53-year-old. He fled the scene but was subsequently arrested by the Bhayandar Railway Police after examination of CCTV footage. A case was registered under relevant sections of the Bharatiya Nyaya Sanhita related to outraging a woman’s modesty, voluntarily causing grievous hurt, and other offences; some reports indicate attempted murder charges were also applied.
— NextMinute News (@nextminutenews7) November 12, 2026
ઘટના બાદ, આરોપી ભીડનો લાભ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ૬ નવેમ્બરના રોજ ભાયંદર રેલવે પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધવામાં આવ્યો હતો. શરૂઆતમાં, આ કેસ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૭૪, ૧૧૭(૨) અને ૩૫૨ હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, પીડિતાના પરિવારે `હત્યાના પ્રયાસ`ની કલમનો સમાવેશ ન કરવા બદલ અસંતોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પદાધિકારીઓએ રેલવે પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી અને તેમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૯ ઉમેરવાની માગ કરી. MNS ના પદાધિકારી સચિન પોપલેના જણાવ્યા અનુસાર, પોલીસ અધિકારીઓએ તેમને ખાતરી આપી છે કે તેઓ આ કલમ ઉમેરવા માટે કોર્ટમાં અરજી કરશે.
પીડિતાની કડક સજાની માગ
પીડિતાએ આરોપી સામે કડક કાર્યવાહી કરવાની અને ન્યાય અપાવવાની માગ કરી છે. તેણે જણાવ્યું કે તે તેના પરિવારનું ગુજરાન ચલાવનાર મુખ્ય વ્યક્તિ છે, પરંતુ આ ઘટનાએ હવે તેના ભવિષ્યને જોખમમાં મૂકી દીધું છે. તેણે માગ કરી છે કે આરોપીને કડકમાં કડક સજા આપવામાં આવે.
