Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તાડદેવનો ગુજરાતી વેપારી ઑનલાઇન કમ્પ્યુટર સસ્તામાં લેવા ગયો; ૧૮,૩૮,૩૨૫ રૂપિયા ગુમાવ્યા

તાડદેવનો ગુજરાતી વેપારી ઑનલાઇન કમ્પ્યુટર સસ્તામાં લેવા ગયો; ૧૮,૩૮,૩૨૫ રૂપિયા ગુમાવ્યા

Published : 03 November, 2026 07:27 AM | Modified : 03 November, 2026 11:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાડદેવમાં કમ્પ્યુટરનો વ્યવસાય કરતા અને નાના ચોક વિસ્તારમાં રહેતા ૫૪ વર્ષના ગુજરાતી વેપારીએ વેબસાઇટ પર સસ્તા ભાવનાં ડેસ્કટૉપ લેવા જતાં ૧૮,૩૮,૩૨૫ રૂપિયા ગુમાવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તાડદેવમાં કમ્પ્યુટરનો વ્યવસાય કરતા અને નાના ચોક વિસ્તારમાં રહેતા ૫૪ વર્ષના ગુજરાતી વેપારીએ વેબસાઇટ પર સસ્તા ભાવનાં ડેસ્કટૉપ લેવા જતાં ૧૮,૩૮,૩૨૫ રૂપિયા ગુમાવ્યા છે. આ મામલે વેપારીએ સેન્ટ્રલ સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના જયપુરસ્થિત ઓમ શિવ એન્ટરપ્રાઇઝના સંચાલક હોવાનો દાવો કરનાર આશિષ જાંગિડે ફરિયાદી વેપારી પાસે વૉટ્સઍપ પર પચીસ ડેસ્કટૉપનો ઑર્ડર લીધા બાદ માલ ન મોકલીને છેતરપિંડી કરી છે. આરોપીએ ડેસ્કટૉપની આકર્ષક ઑફર સોશ્યલ મીડિયા પર મૂકી હતી. ઑફર યોગ્ય જણાતાં પચીસ ડેસ્કટૉપ યુનિટ ખરીદવા બાબતે ચર્ચા થઈ હતી. પ્રાથમિક તબક્કે આરોપીએ માલ મેળવતાં પહેલાં ઍડ્વાન્સ પેમેન્ટ ચૂકવવાની શરત મૂકી હતી, એટલે વેપારીએ સત્યતા ચકાસવા માટે કુરિયર સ્ટાફ દ્વારા ચેન્નઈ ખાતે આવેલા વેરહાઉસમાં જઈને માલની પ્રત્યક્ષ ખાતરી કરાવી હતી અને વેરહાઉસના ફોટો પણ મગાવ્યા હતા. જોકે પાછળથી તમામ માહિતી બોગસ હોવાનું સામે આવ્યું હતું.

શું હતો ઘટનાક્રમ?



નાના ચોક વિસ્તારમાં રહેતા અને તાડદેવ ખાતે છેલ્લાં ૨૪ વર્ષથી કમ્પ્યુટરનો વ્યવસાય કરતા ગુજરાતી વેપારીની કંપનીના સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી કર્મચારી ઑલ ઇન્ડિયા IT સ્ટેશન નામના વૉટ્સઍપ ગ્રુપ સાથે જોડાયેલી હતી.


આ ગ્રુપમાં જયપુરસ્થિત ઓમ શિવ એન્ટરપ્રાઇઝ તરફથી ડેલ કંપનીનાં ડેસ્કટૉપ કમ્પ્યુટર સસ્તા ભાવે આપવાની આકર્ષક ઑફર મૂકવામાં આવી હતી. ઑફર યોગ્ય જણાતાં પચીસ ડેસ્કટૉપ યુનિટ ખરીદવા માટે ઓમ શિવ એન્ટરપ્રાઇઝના સંચાલક આશિષ જાંગિડ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

સામા પક્ષે ઍડ્વાન્સ પેમેન્ટની શરત મૂકતાં વેપારીએ સત્યતા ચકાસવા માટે કુરિયર સ્ટાફ મારફત ચેન્નઈસ્થિત વેરહાઉસમાં તપાસ કરાવી હતી. એ સમયે સ્ટાફે માલના ફોટો પણ પાડીને મોકલ્યા હતા.


તમામ વિગતો સાચી જણાતાં અને પ્રોફોર્મા ઇન્વૉઇસ મળ્યા બાદ ૨૬ ઑક્ટોબરે વેપારીએ RTGS દ્વારા ઓમ શિવ એન્ટરપ્રાઇઝના બૅન્કના ખાતામાં કુલ ૧૮,૩૮,૩૨૫ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
પૈસા મળ્યા બાદ આરોપી આશિષ જાંગિડે માલ કુરિયરથી રવાના કરવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ ત્યાર બાદ તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. કુરિયર કંપની મારફત ચેન્નઈસ્થિત સ્ટોરમાં વધુ તપાસ કરાવતાં જાણવા મળ્યું કે એ સ્ટોરને ઓમ શિવ એન્ટરપ્રાઇઝ તરફથી કોઈ પેમેન્ટ મળ્યું જ નહોતું.

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં વેપારીએ તાત્કાલિક સાઇબર હેલ્પલાઇન-નંબર 1930 પર ફોન કરીને ઑનલાઇન ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સેન્ટ્રલ સાઇબર સેલ ખાતે ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

03 November, 2026 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK