આરોપી મોઢું નથી ખોલી રહ્યો કે આવી ક્રૂરતા સાથે મર્ડર કરવાનું કારણ શું હતું : પોલીસ સતત ગોથાં ખાઈ રહી છે : આરોપી અસાધ્ય બીમારીથી પીડાતો હતો એ કે તેનું બીજી યુવતી સાથે અફેર હતું એને કારણે થયેલો ઝઘડો હત્યાનું હત્યાનું કારણ એવા ઘણા સવાલો
Crime News
ડેડ-બૉડીના ટુકડાઓને પોલીસે તપાસ માટે મોકલ્યા હતા
ભયંકર ક્રૂરતા : શરીરના ટુકડા કર્યા, માથાનાં બે ફાડિયાં કર્યાં : આરોપી મોઢું નથી ખોલી રહ્યો કે આવી ક્રૂરતા સાથે મર્ડર કરવાનું કારણ શું હતું : પોલીસ સતત ગોથાં ખાઈ રહી છે : આરોપી અસાધ્ય બીમારીથી પીડાતો હતો એ કે તેનું બીજી યુવતી સાથે અફેર હતું એને કારણે થયેલો ઝઘડો હત્યાનું હત્યાનું કારણ એવા ઘણા સવાલો
ત્રણ વર્ષ સુધી લિવ-ઇન રિલેશનમાં પતિ-પત્નીની જેમ સાથે રહ્યા બાદ આરોપીએ તેની પાર્ટનરની હત્યા કરી અને એ પછી તેના મૃતદેહનો નિકાલ કરવા આટલી ક્રૂરતા આચરવા પાછળ શું કારણ હોઈ શકે એ તપાસનો વિષય છે. તેણે હત્યા શા માટે અને કયા સંજોગોમાં કરી એ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
આરોપી મનોજ સાને અને તેની લિવ-ઇન પાર્ટનર સરસ્વતી વૈદ્ય
પોલીસ-સૂત્રોમાં જે વાતો ચર્ચાઈ રહી છે એમાં જાણવા મળ્યું છે કે બન્ને વચ્ચે છેલ્લા થોડા વખતથી અવારનવાર ઝઘડા થતા હતા. યુવતી અનાથ હતી અને આરોપીનો પણ કોઈ પરિવાર નહોતો. ભૂતકાળમાં હતો કે નહીં એ વિશે કોઈને કશી ખબર નથી, કદાચ તપાસમાં બહાર આવે. અનાથ યુવતી સરસ્વતી વૈદ્યને આરોપી મનોજ સાનેનો સાથ મળતાં તેમણે બન્નેએ સાથે રહેવાનું શરૂ કર્યું, પણ બન્ને વચ્ચે ઉંમરનો તફાવત પણ ખાસ્સો હતો. આરોપી અત્યારે ૫૬ વર્ષનો છે, જ્યારે યુવતી ૩૬ વર્ષની હતી. આમ બન્ને વચ્ચે ૨૦ વર્ષનો ફરક હતો.
મીરા રોડમાં હત્યાના આરોપીને પોલીસ રિમાન્ડ પર લીધો હતો
એવું પણ બહાર આવ્યું છે કે આરોપીને દારૂની લત હતી અને તેને બહાર અન્ય યુવતી સાથે પણ સંબંધ હતા, જેની જાણ યુવતીને થતાં બન્ને વચ્ચે ઝઘડા થતા હતા. એ ઉપરાંત એક મહત્ત્વનું પરિબળ હોવાનું કહેવાઈ રહ્યું છે અને એ મુજબ આરોપી એચઆઇવી-પૉઝિટિવ હતો. દારૂની લત, બહારની છોકરી સાથે અફેર અને એમાં એચઆઇવી પૉઝિટિવ એમ બધી બાબતોને કારણે યુવતી અકળાઈ હતી અને આરોપી સાથે તેના ઝઘડા થતા હતા. જોકે કયા સંજોગોમાં ઉશ્કેરાટમાં આવી જઈ આરોપી તેની હત્યા કરવા સુધીનું પગલું ભર્યું એ જાણી શકાયું નથી. જોકે એ પછી પણ તેણે તેના મૃતદેહનો નિકાલ કરવા માટે શ્રદ્ધા વાલકરની હત્યાના કેસ પરથી પ્રેરણા લીધી હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે આરોપીએ તેની લિવ -ઇન પાર્ટનરે ઝેર ખાઈને સુસાઈડ કર્યું હતું અને એ વાતને છુપાવવા તેણે ડેડ-બૉડીના કટકા કરીને તેનો નિકાલ કરવાનો પ્રયત્ન કર્યો હતો એવું કહીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે અત્યારે હત્યાનું કારણ સ્પષ્ટ નથી. હાલમાં તો પોલીસે આરોપી સામે હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી તેની કસ્ટડી મેળવીને તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.