સેન્ટ્રલ રેલવેમાં રવિવારે થાણે અને કલ્યાણ વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઇન પર સવારના ૯થી બપોરના એક વાગ્યા સુધી મેગા બ્લૉક રાખવામાં આવ્યો છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વેસ્ટર્ન લાઇનમાં ટ્રૅક, સિગ્નલ સિસ્ટમ અને ઓવરહેડ વાયરના મેઇન્ટેનન્સ માટે આજે જમ્બો બ્લૉકનું આયોજન કરવામાં આવ્યું છે. સવારના ૧૦ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધી બોરીવલીથી રામમંદિર વચ્ચે ફાસ્ટ ટ્રૅક પર બન્ને તરફની લાઇનો પર આ કામ થવાનું છે. એથી આ દરમ્યાન કેટલીક ફાસ્ટ ટ્રેનો કૅન્સલ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનોને સ્લો ટ્રૅક પર દોડાવવામાં આવશે. બોરીવલી-અંધેરી વચ્ચે કેટલીક ટ્રેનો ગોરેગામ સુધી હાર્બર લાઇનના ટ્રૅક પર દોડાવવામાં આવશે એમ વેસ્ટર્ન રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે.
સેન્ટ્રલ રેલવેમાં રવિવારે થાણે અને કલ્યાણ વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઇન પર સવારના ૯થી બપોરના એક વાગ્યા સુધી મેગા બ્લૉક રાખવામાં આવ્યો છે એટલે આ સમય દરમ્યાન લાંબા અંતરની ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પરથી દોડશે. રવિવારે હાર્બર લાઇનમાં પણ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી પનવેલ વચ્ચે પણ સવારના ૯.૩૦થી ચાર વાગ્યા દરમ્યાન બ્લૉક રાખવામાં આવ્યો છે. લોકોને અગવડ ન પડે એ માટે કેટલીક ટ્રેનો CSMTથી વાશી વચ્ચે દોડાવવામાં આવશે. જ્યારે ટ્રાન્સ-હાર્બર લાઇનમાં સવારના ૯.૩૦થી સાંજના ૪.૩૦ વાગ્યા દરમ્યાન થાણે–બેલાપુર વચ્ચે બ્લૉક હોવાથી રેગ્યુલર ટ્રેનો નહીં દોડે. કેટલીક ટ્રેનો થાણેથી નેરુલ દરમ્યાન દોડાવવામાં આવશે.