૨.૭૪ કરોડ રૂપિયા ભરવાના બાકી હોવાથી લિલામીની નોટિસ આપવામાં આવી
૭૫ વર્ષ જૂના અરોરા સિનેમા-હૉલના દરવાજા બે વર્ષ પહેલાં કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા
માટુંગામાં આવેલા સિંગલ સ્ક્રીન આઇકૉનિક સિનેમા-હૉલ અરોરાની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) હરાજી કરશે. ૧૯૮૪થી પ્રૉપર્ટી-ટૅક્સ ભરવામાં ન આવ્યો હોવાથી ટૅક્સની રકમ ૨.૭૪ કરોડ રૂપિયા થઈ છે એટલે BMCએ સિનેમા-હૉલના દરવાજા પર લિલામીની નોટિસ ચોંટાડી છે. કોરોના મહામારી અને મલ્ટિપ્લેક્સનો સામનો કરનારા ૭૫ વર્ષ જૂના અરોરા સિનેમા-હૉલના દરવાજા બે વર્ષ પહેલાં કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. સિનેમા-હૉલની ઇમારત રિપેર થઈ શકે એમ નથી અને ટૅક્સ બાકી હોવાથી BMCએ એને સીલ કરી દીધી છે. આ સિનેમા-હૉલનું પ્રૉપર્ટી ટૅક્સનું બિલ ગિરગામની ફણસવાડીમાં રહેતા આર. બી. રાઉતના નામે છે.