ભાયખલાના ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર આવેલી ૫૭ માળની ગગનચુંબી ઇમારત સલ્સેટ 27ના ૪૨મા માળ પર આવેલા ૨૫૦૦ સ્ક્વેરફુટના ફ્લૅટમાં ગઈ કાલે સવારે ૧૦.૪૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી.
સલ્સેટ 27 નામના ટાવરના ફ્લૅટમાં લાગેલી આગ પછી એ ખાખ થઈ ગયો હતો. (તસવીર : આશિષ રાજે)
ભાયખલાના ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર આવેલી ૫૭ માળની ગગનચુંબી ઇમારત સલ્સેટ 27ના ૪૨મા માળ પર આવેલા ૨૫૦૦ સ્ક્વેરફુટના ફ્લૅટમાં ગઈ કાલે સવારે ૧૦.૪૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા મુજબ બહુ ઊંચે આગ લાગી હોવાથી ફાયર-બ્રિગેડનાં પાંચ ફાયર-એન્જિન, ૩ જમ્બો ટૅન્કર અને અન્ય હાઇરાઇઝ સીડી ધરાવતાં રેસ્ક્યુ વેહિકલ્સ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. ફાયર-બ્રિગેડના જવાનોએ અઢી કલાકની ભારે જહેમત બાદ આગ ઓલવી હતી. આગ ઓલવવા માટે બિલ્ડિંગમાં લગાવવામાં આવેલી ફાયર-ફાઇટિંગ સિસ્ટમનો મોટા ભાગે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ આગમાં કોઈના જખમી થવાના અહેવાલ નથી. આગ લાગ્યા બાદ મોટા પ્રમાણમાં ધુમાડો થયો હતો. ધુમાડાના ગોટેગોટા દૂરથી પણ જોઈ શકાતા હતા.


