Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઝઘડાથી કંટાળીને પતિએ માથા પર TV મારીને પત્નીની હત્યા કરી

ઝઘડાથી કંટાળીને પતિએ માથા પર TV મારીને પત્નીની હત્યા કરી

Published : 25 May, 2026 10:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એનાથી સંતોષ ન થયો તો પાણીનું કન્ટેનર પણ પછાડ્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કલ્યાણમાં પતિ-પત્નીનો ઝઘડો હત્યામાં પરિણમ્યો હોવાની ઘટના સામે આવી છે. પતિએ પત્નીના માથે ટીવી મારીને તેની હત્યા કરી હોવાની માહિતી કલ્યાણ તાલુકા પોલીસે આપી હતી. પત્નીના માથે TV માર્યાથી સંતોષ ન થયો તો આરોપી પતિ સતીષ વાઘેએ પત્ની સારિકાના માથે પાણીનું કન્ટેનર પણ માર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ બનાવ બાદ પોલીસે ૨૧ વર્ષના સતીષ વાઘે ઉર્ફે ગુડ્ડુની ધરપકડ કરી હતી. કેસની વિગતો મુજબ ૨૦ વર્ષની પત્ની સારિકા સાથે સતીષ વાઘે વારંવાર ઝઘડતો હતો. દરરોજ કોઈ ને કોઈ કારણસર બન્ને વચ્ચે થતા કંકાસના પરિણામે શનિવારે સતીષ વાઘેએ સારિકાની હત્યા કરી હતી. 



પત્નીના ચરિત્ર પર શંકા હતી 


પોલીસના જણાવ્યા અનુસાર સતીષ વાઘેને સારિકાના ચરિત્ર પર શંકા હતી અને એ કારણે તે વારંવાર તેની સાથે ઝઘડતો હતો. શનિવારે પણ બન્ને વચ્ચે બોલાચાલી થઈ ત્યાર બાદ પિત્તો ગુમાવતાં સતીષ વાઘેએ પત્નીના માથે ટીવી અને પછી પાણીનું કન્ટેનર મારીને તેની હત્યા કરી હતી. પોલીસે સતીષ વાઘેની ધરપકડ કરી સારિકાની બૉડીને પોસ્ટમૉર્ટમ માટે મોકલાવીને આગળની કાર્યવાહી આરંભી હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK