૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસનાં આરોપી બીજેપીનાં સંસદસભ્ય પ્રજ્ઞા સિંહ ઠાકુર વારંવાર ચેતવણી છતાં અદાલત સમક્ષ હાજર ન રહેતાં હોવાથી સ્પેશ્યલ એનઆઇએ કોર્ટે તેમની વિરુદ્ધ જામીનપાત્ર વૉરન્ટ જારી કર્યું છે.
પ્રજ્ઞા ઠાકુર (તસવીર સૌજન્ય મિડ-ડે)
૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસનાં આરોપી બીજેપીનાં સંસદસભ્ય પ્રજ્ઞા સિંહ ઠાકુર વારંવાર ચેતવણી છતાં અદાલત સમક્ષ હાજર ન રહેતાં હોવાથી સ્પેશ્યલ એનઆઇએ કોર્ટે તેમની વિરુદ્ધ જામીનપાત્ર વૉરન્ટ જારી કર્યું છે. પ્રજ્ઞા સિંહ ઠાકુર તથા અન્ય છ વ્યક્તિ ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ) અને ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની જોગવાઈઓ હેઠળ આ કેસમાં આરોપોનો સામનો કરી રહ્યાં છે. નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) કોર્ટ હાલમાં ક્રિમિનલ પ્રોસીજર કોડ હેઠળ આરોપીઓનાં નિવેદનો રેકૉર્ડ કરી રહી છે. સ્પેશ્યલ કોર્ટે અગાઉ આ કેસના આરોપીઓને સુનાવણી માટે એની સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.



