Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટેન્થમાં ૯૦ કે ૯૦+ ટકા લાવનારા સ્ટુડન્ટ્સની સંખ્યામાં ધરખમ ઘટાડો

ટેન્થમાં ૯૦ કે ૯૦+ ટકા લાવનારા સ્ટુડન્ટ્સની સંખ્યામાં ધરખમ ઘટાડો

Published : 10 May, 2026 07:53 AM | Modified : 10 May, 2026 07:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગયા વર્ષે આવા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૭,૮૯૫ હતી, આ વખતે ૧૩,૫૯૧ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આ વર્ષે સ્ટેટ બોર્ડની સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ (SSC)ની પરીક્ષામાં ૯૦ કે એનાથી વધુ ટકા સાથે પાસ થનારા સ્ટુડન્ટ્સની સંખ્યા ગયા વર્ષની સરખામણીએ ૨૪ ટકા જેટલી ઘટી ગઈ છે. મુંબઈમાં ગયા વર્ષે ૧૭,૮૯૫ સ્ટુડન્ટ્સ ૯૦ ટકા કરતાં વધુ ટકા લાવ્યા હતા, જ્યારે આ વર્ષે ૧૩,૫૯૧ સ્ટુડન્ટ્સ જ ૯૦ ટકા કરતાં વધુ ટકા લાવી શક્યા છે. એટલે ફર્સ્ટ યર જુનિયર કૉલેજ (FYJC)માં ઍડ્મિશનના કટઑફ પર એની અસર પડી શકે એવી ધારણા મુકાઈ રહી છે. જોકે બીજી બાજુ ટૉપની જે કૉલેજો છે એમાં કટઑફ હજી પણ વધી શકે છે, કારણ કે ઇન્ડિયન સર્ટિફ્કેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE) અને સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)માં હાઈ સ્કોર કરનારા સ્ટુડન્ટ્​સની સંખ્યા વધી છે.  

ICSEના રાજ્યના ૩૦,૩૯૩ સ્ટુડન્ટ્સે દસમા ધોરણની એક્ઝામ આપી હતી. એમાંથી ૪૦ ટકા કરતાં વધુ સ્ટુડન્ટ્સે ૯૦ ટકા કરતાં વધુ ટકા મેળવ્યા છે, જ્યારે ICSEમાં પણ એ સંખ્યા વધુ જ છે એમ જણાવતાં એક જાણીતી કૉલેજના વાઇસ-પ્રિન્સિપાલે કહ્યું હતું કે ‘મુંબઈની ઓવરઑલ કૉલેજોમાં આનાથી કટઑફ ઘટી શકે છે. જોકે ટૉપની કૉલેજોમાં ICSE અને ICSEમાં વધુ ટકા મેળવેલા સ્ટુડન્ટ્સની સંખ્યા વધુ હોવાથી ત્યાં સ્ટેટ બોર્ડના સ્ટુડન્ટ્સને ઍડ્મિશન મેળવવામાં તેમની સ્પર્ધાનો સામનો કરવો પડશે. બીજું, દરેક ઍડ્મિશન રાઉન્ડ પહેલાં સ્ટુડન્ટસ તેમનો કૉલેજ-પ્રેફરન્સ હવે રિવાઇઝ કરી શકતા હોવાથી કેટલીક કૉલેજોમાં સેકન્ડ મેરિટ લિસ્ટ વખતે પણ કટઑફ વધી શકે છે. દૂરના પરામાં રહેતો પણ ટકાવારી વધુ મેળવનાર સ્ટુડન્ટ સેકન્ડ રાઉન્ડમાં સિટીની કૉલેજમાં અપ્લાય કરી શકે છે. એથી એની અસર પણ કટઑફ પર પડી શકે છે.’



બીજી બાજુ કૉલેજોના પ્રિન્સિપાલ અને સરકારી અધિકારીઓનું કહેવું છે કે ‘વિદ્યાર્થીઓએ પૅનિક થવાની જરૂર નથી. જુનિયર કૉલેજોમાં કુલ જેટલા સ્ટુડન્ટ્સ પાસ થયા છે એના કરતાં વધુ સીટ અવેલેબલ છે.’


 મુંબઈમાં ૯૦ કે એનાથી વધુ ટકા લાવનારા સ્ટુડન્ટ્સ 
૨૦૨૨    ૧૦,૭૬૪
૨૦૨૩    ૧૧,૭૮૫
૨૦૨૪    ૧૩,૪૩૦
૨૦૨૫    ૧૭,૮૯૫
૨૦૨૬    ૧૩,૫૯૧

BMCની સ્કૂલોનું SSCનું રિઝલ્ટ પણ ગગડ્યું


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની સ્કૂલોએ સ્ટેટ બોર્ડની સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ (SSC)ની એક્ઝામમાં સારું પ્રદર્શન કર્યું છે અને એનું રિઝલ્ટ ૯૨.૧ ટકા આવ્યું છે. આ વર્ષે BMCની ૨૪૬ સ્કૂલોના ૧૫,૯૦૩ વિદ્યાર્થીઓએ SSCની એક્ઝામ આપી હતી. એમાંથી ૧૪,૬૪૪ (૯૨.૧ ટકા) વિદ્યાર્થીઓ પાસ થયા હતા જે ગયા વર્ષ કરતાં થોડા ઓછા છે. ગયા વર્ષે આ ટકાવારી ૯૨.૯ ટકા હતી. ૭૭ સ્કૂલોનું ૧૦૦ ટકા રિઝલ્ટ આવ્યું હતું. ગયા વર્ષે એ સંખ્યા ૮૯ હતી. એ જ પ્રમાણે ૯૦ ટકા કે એનાથી વધુ ટકા લાવનાર સ્ટુડન્ટ્સની સંખ્યા પણ ગયા વર્ષની સરખામણીમાં ઘટી હતી. આ વર્ષે ૬૬ સ્ટુડન્ટ્સ ૯૦ ટકા કરતાં વધુ ટકા લાવ્યા હતા, જ્યારે ગયા વર્ષે એ સંખ્યા ૧૧૮ હતી.

મુંબઈમાં ૧૦૦ ટકા રિઝલ્ટ લાવનારી સ્કૂલોની સંખ્યા ઘટી: એકેય વિદ્યાર્થી પાસ ન થયો હોય એવી સ્કૂલોની સંખ્યા વધી

મુંબઈ ડિવિઝનમાં સ્કૂલના બધા વિદ્યાર્થીઓ પાસ થયા હોય એવી સ્કૂલોની સંખ્યા ૧૪૬૧ છે. ગયા વર્ષે ૧૦૦ ટકા રિઝલ્ટ મેળવનારી સ્કૂલોની સંખ્યા ૧૫૭૯ હતી જે આ વખતે ૭.૫ ટકા ઘટી ગઈ હતી. ૯ સ્કૂલો એવી પણ છે જેમાં SSCની એક્ઝામ આપનાર એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી. ગયા વર્ષે એવી માત્ર પાંચ સ્કૂલો હતી અને આ વખતે વધીને એ ૯ થઈ છે. આખા રાજ્યમાં એવી ૮૬ સ્કૂલ છે જેનો એક પણ વિદ્યાર્થી પાસ થઈ શક્યો નથી. ગયા વર્ષે એવી સ્કૂલોની સંખ્યા ૪૯ હતી.

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2026 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK