Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે રોહિત અને વિરાટ કરી શકે છે ધોનીની બરાબરી

આજે રોહિત અને વિરાટ કરી શકે છે ધોનીની બરાબરી

Published : 10 May, 2026 07:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPLમાં માહીની હાઇએસ્ટ ૨૭૮ મૅચથી બન્ને એક કદમ દૂર, મુંબઈ માટે આજે કરો યા મરો, બૅન્ગલોરે રોકવી પડશે હારની હૅટ-ટ્રિક ...

રોહિત શર્મા, વિરાટ કોહલી અને ધોની

રોહિત શર્મા, વિરાટ કોહલી અને ધોની


રાયપુરમાં આજે સાંજે ૭.૩૦ વાગ્યે IPL 2026ની ૫૪મી મૅચ રમાશે. આ ગ્રાઉન્ડ પર ૧૦ વર્ષ બાદ પહેલી વાર રમાનારી IPL ટક્કરમાં યજમાન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની ટક્કર મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે.

માહી સાથે જોડાશે રોહિત-કોહલી?
IPLમાં સૌથી વધુ ૨૭૮ મૅચનો રેકૉર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. જો આજે બપારે લખનઉ સામે પણ ધોની મેદાનમાં ન ઊતર્યો તો સાંજે રોહિત અને કોહલીને માહીના રેકૉર્ડની બરોબરી કરવાની તક છે. એ બધું થયું તો ત્યાર બાદ ગુરુવારે ધરમશાલામાં પંજાબ સામે રમીને રોહિત નવો રેકૉર્ડ બનાવશે, પણ બીજા દિવસે કોહલી તેની બરોબરી કરી લેશે.

મુંબઈ માટે કરો યા મરોબૅન્ગલોર ૧૦માંથી ૬ મૅચ જીતીને પૉઇન્ટ-ટેબલમાં ટૉપ-ફોરમાં સામેલ છે, પણ ટીમ છેલ્લી બન્ને મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હોવાથી થોડી ‌ચિંતિત છે અને આજે નવા હોમ-ગ્રાઉન્ડમાં શુભ શરૂઆત કરીને હારની હૅટ-ટ્રિક રોકવા તત્પર હશે. જ્યારે બીજી તરફ મુંબઈ ૧૦ મૅચમાંથી ૭ હારીને સેકન્ડલાસ્ટ નંબરે છે. તેમને માટે હવે દરેક મૅચ કરો યા મરો સમાન છે. 
સૂર્યકુમાર પહોંચી ગયો, હાર્દિક ડાઉટફુલબે દિવસ પહેલાં જ પિતા બન્યો હોવાથી સૂર્યકુમાર યાદવ કદાચ આજની મૅચ માટે રાયપુર નહીં જાય એવી ચર્ચા હતી, પણ સૂર્યકુમાર ગઈ કાલે ટીમ સાથે જોડાઈ ગયો હતો. હાર્દિક પણ રાયપુર પહોંચી ગયો છે, પણ તેની ફિટનેસ વિશે હજી શંકા હોવાથી કદાચ આજે ટીમની કમાન સૂર્યકુમાર જ સંભાળશે.

આ સીઝનમાં બન્ને વચ્ચેની પ્રથમ ટક્કરમાં વાનખેડે સ્ટેડિયમમાં બૅન્ગલોરે મુંબઈને ૧૮ રનથી પરાજિત કર્યું હતું.

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ

મૅચ

૩૫

મુંબઈની જીત

૧૯

બૅન્ગલોરની જીત

૧૬



 


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2026 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK