Maharashtra News:બીડ અને ધૂળે જિલ્લામાબે જુદા જુદા મુદ્દાઓને લઈને વિરોધ કરી રહેલ ૨ લોકોએ પોતાને જ આગ ચાંપી દેવાનો પ્રયત્ન કર્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
ગઇકાલે સમગ્ર મહારાષ્ટ્ર (Maharashtra News)માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે, જેણે સૌને ચોંકાવી દીધા છે. મહારાષ્ટ્રના બીડ અને ધૂળે જિલ્લામાબે જુદા જુદા મુદ્દાઓને લઈને વિરોધ કરી રહેલ ૨ લોકોએ પોતાને જ આગ ચાંપી દેવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મંત્રી દત્તાત્રેય ભરણેના કાફલાની હાજરીમાં જ એક વ્યક્તિએ પોતાની જાતને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. દત્તાત્રેય ભરણે બીડના સરકારી આરામગૃહ તરફ જઈ રહ્યા હતા.
બીડના આ વ્યક્તિએ પોતાને આગ ચાંપવાનો કર્યો પ્રયાસ
ADVERTISEMENT
પ્રાપ્ત અહેવાલો અનુસાર મંત્રીનો કાફલો જ્યારે ડો. બાબાસાહેબ આંબેડકર ભવન (Maharashtra News) પહોંચ્યો ત્યાં જ એક વ્યક્તિએ પોતાના શરીર પર પેટ્રોલ છાંટ્યું હતું અને પોતાની જાતને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો.
નીતિન મુજમુલે નામના વ્યક્તિએ પોતાને આગ લગાડવાનો પ્રયાસ (Maharashtra News)કર્યો હતો. તે પાછળનું કારણ એમસામે આવ્યું છે કે નીતિન દ્વારા બીડ નગરપાલિકામાં થયેલા કૌભાંડનો વિરોધ કર્યો હતો તેટલું જ નહીં તે મુખ્ય કાર્યકારી અધિકારી નીતા અંધારેને પદ પરથી હટાવવા પણ માંગતો હતો. જ્યારે તે પોતાને આગ ચાંપવાનો પ્રયાસ કરતો હતો ત્યારે હાજર પોલીસના જવાનોએ તેને રોકી કાઢ્યો હતો. અને તે બચી જવા પામ્યો છે.
ધૂળેમાં પણ આવી જ ઘટના બની- જાણો અહીં
ધૂળેમાં વાવદ્ય પાટિલ નામના એક વ્યક્તિએ પણ પોતાને આગ લગાડવાનો પ્રયાસ (Maharashtra News) કર્યો હતો. સંરક્ષક મંત્રી જયકુમાર રાવલની હાજરીમાં ધ્વજારોહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પાટિલે પોતાની જાતને આગ ચાંપવાનો પ્રયાસ કરતાં હાહાકાર મચી ગયો હતો.
કહેવાય છે કે વાવદ્ય પાટિલ નામનો શખ્સ શિરપુર શહેરમાં ગૌશાળામાંથી પશુઓની તસ્કરી થઈ રહી હોઈ તે અંગે પોલીસની નિષ્ક્રિયતા સામે વિરોધ કરી રહતો. પોલીસ આ મામલે કોઈ કાર્યવાહી કે પગલાં ન લેતી હોવાથી તેણે પોતાને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. આમ, ધૂળેમાં પણ એક આવી જ ઘટના સામે આવી છે. બંને ઘટનાના વ્યક્તિઓને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર ઘટના (Maharashtra News) બાદ બંને લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને વ્યક્તિઓની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ આ બંનેને છોડી મૂકવામાં આવ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ગામના સરપંચની હત્યા સાથે સંબંધિત છેડતીના કેસમાં આત્મદાહનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મુખ્ય આરોપી વાલ્મિક કરાડના સમર્થકે તેની ધરપકડના વિરોધમાં પરલી શહેરમાં પોતાની જાતને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તરત જ વચમાં પડીને તેને બચાવી લીધો હતો. આગને કાબૂમાં લેવામાં આવી હતી અને તે શખ્સને સારવાર માટે સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે કરાડના સમર્થકની ઓળખ દત્તા જાધવ તરીકે કરી છે.