Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ટીનેજરના માથામાં હથોડો મારીને માથું ફોડ્યું, એમાંથી લોહી પીધું અને માંસ ખાધું

ટીનેજરના માથામાં હથોડો મારીને માથું ફોડ્યું, એમાંથી લોહી પીધું અને માંસ ખાધું

Published : 07 March, 2026 02:48 PM | IST | Bhopal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ જોઈને ડરી ગયેલા લોકોએ તેની નજીક જવાને બદલે આ ઘટનાનો વિડિયો ઉતાર્યો હતો

આરોપી

અજબગજબ

આરોપી


મધ્ય પ્રદેશના દમોહ જિલ્લાના સમન્ના નામના ગામમાં નરપિશાચને પણ શરમાવે એવી રીતે એક માણસે ટીનેજરની હત્યા કરી હતી. ૧૬ વર્ષનો ભરત વિશ્વકર્મા નામનો ટીનેજર ગુરુવારે બપોરે દોઢ વાગ્યે તેની બહેનને ત્યાં જઈ રહ્યો હતો ત્યારે સમન્ના ગામ પાસે આરોપી ગુડ્ડા પટેલ તેના આવવાની રાહ જોતો બેઠો હતો. જેવો ટીનેજર એ સૂમસામ રસ્તા પાસેથી પસાર થયો કે આરોપીએ હથોડો મારીને ટીનેજરનું માથું ફોડી નાખ્યું હતું. ભરત ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો. ગ્રામીણો ઘટનાસ્થળની નજીક પહોંચ્યા ત્યારે ગુડ્ડા પટેલ ટીનેજરની ફાટેલી ખોપડીમાંથી લોહી પીતો હતો અને એમાંથી માંસ કાઢતો જોવા મળ્યો હતો. આ જોઈને ડરી ગયેલા લોકોએ તેની નજીક જવાને બદલે આ ઘટનાનો વિડિયો ઉતાર્યો હતો. જોકે જેવી ગુડ્ડા પટેલને ખબર પડી કે ગામવાળા આવી પહોંચ્યા છે એટલે તેણે ત્યાંથી રફુચક્કર થવાની કોશિશ કરી હતી, પરંતુ ગામવાળાઓએ તેને ચારે તરફથી ઘેરીને પકડી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. ગુડ્ડા આ પહેલાં પત્નીની હત્યાના કેસમાં જેલમાં જઈ ચૂક્યો છે. ભરતના પરિવાર સાથે તેનો જૂનો વિવાદ હોવાનું જાણવા મળ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2026 02:48 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK