Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઑનલાઇન પેમેન્ટના નકલી મેસેજ બતાવીને વેપારીઓને છેતરતી ટોળકી ઝડપાઈ

ઑનલાઇન પેમેન્ટના નકલી મેસેજ બતાવીને વેપારીઓને છેતરતી ટોળકી ઝડપાઈ

Published : 13 October, 2026 11:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાશિકની ત્રિપુટીને ખાર પોલીસે પકડી, ગાર્મેન્ટ શૉપમાં જઈને મોંઘાં કપડાં પસંદ કરતા અને છેતરતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઑનલાઇન પેમેન્ટનો બનાવટી કન્ફર્મેશન મેસેજ અને ફેક સ્ક્રીનશૉટ્સ બતાવીને કપડાંના વેપારીઓ સાથે ઠગાઈ કરતી નાશિકની એક ટોળકીના ૩ સભ્યોની ખાર પોલીસે ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી વિવિધ દુકાનોમાંથી પડાવી લીધેલાં ૨૪૦ જેટલાં મોંઘાં ગાર્મેન્ટ્સ તેમ જ ગુનામાં વપરાયેલા મોબાઇલ ફોન જપ્ત કર્યાં છે.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓની છેતરપિંડીની કાર્યપદ્ધતિ અત્યંત ચાલાકીભરી હતી. તેઓ ગાર્મેન્ટ શૉપમાં જઈને મોંઘાં કપડાં પસંદ કરતા અને પેમેન્ટ કરવાના બહાને દુકાનદારનો મોબાઇલ-નંબર મેળવતા હતા. ત્યાર બાદ તેઓ દુકાનદારના બૅન્ક-ખાતામાં રકમ જમા થઈ ગઈ હોવાનો એક બનાવટી મેસેજ મોકલી આપતા અને સ્ક્રીનશૉટ બતાવીને, માલ લઈને રફુચક્કર થઈ જતા હતા.



કેવી રીતે થયો આ સિન્ડિકેટનો ખુલાસો?


આ સિન્ડિકેટનો ખુલાસો ૧૧ સપ્ટેમ્બરે ખાર-વેસ્ટમાં શુભ્ર અપાર્ટમેન્ટ્સમાં આવેલી શૉપ-નંબર બેના માલિક રાજેશ પટેલ સાથે બનેલી ઘટના બાદ થયો હતો. એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘આરોપીઓએ દુકાનદારના ખાતામાં પૈસા ક્રેડિટ થઈ ગયા હોવાનો ખોટો મેસેજ મોકલ્યો હતો અને કપડાં લઈને ફરાર થઈ ગયા હતા. બાદમાં વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો ત્યારે તેણે ખાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’ગુપ્ત બાતમી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ખાર પોલીસે આરોપીઓનું પગેરું મેળવીને નાશિકના કુરેશીનગર ખાતે દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાંથી સમીર પરહાન, મોહસિન શેખ અને કૈફ સહા નામના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી શર્ટ્સ, ટ્રાઉઝર્સ, સ્વેટર્સ, જીન્સ અને ટ્રેક પૅન્ટ્સ સહિત કુલ ૨૪૦ કપડાં તેમ જ ફેક પેમેન્ટ કન્ફર્મેશન મોકલવા માટે ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ ફોન રિકવર કરવામાં આવ્યા છે. તપાસ દરમ્યાન બહાર આવ્યું છે કે આ ટોળકી મુંબઈના વડાલા અને આર.એ.કે. માર્ગ પોલીસ-સ્ટેશનો તેમ જ નાશિકનાં સ્થાનિક પોલીસ-મથકોમાં નોંધાયેલા આ જ પ્રકારના ચોરી અને છેતરપિંડીના ગુનાઓમાં પણ સંડોવાયેલી હતી. 

- ડી. વક્તાણિયા


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2026 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK