સ્કૂલના વિદ્યાર્થીઓ, ખાસ કરીને છોકરાઓ, નાનપણથી રસોઈકળામાં અને ઘરનાં કામમાં પારંગત થવા માંડે એ હેતુથી કલ્યાણની એક સ્કૂલે નવમા અને દસમા ધોરણના સ્ટુડન્ટ્સ માટે યોજ્યો અનોખો કાર્યક્રમ
સ્કૂલમાં રસોઈ બનાવી રહેલા વિદ્યાર્થીઓ
કલ્યાણ-વેસ્ટના ગૌરીપાડામાં આવેલી ભાઉરાવ પોટે માધ્યમિક સ્કૂલે મંગળવારે ‘માઝી શાળા - માઝી ભાકરી’ પહેલ હેઠળ એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં સ્કૂલના આઠમા અને નવમા ધોરણમાં ભણતા ચાળીસથી વધુ વિદ્યાર્થીઓએ સ્કૂલના મેદાનમાં લાકડાનો ચૂલો તૈયાર કરી એના પર બાજરી, જુવાર અને ચોખાના રોટલા સાથે ચાર પ્રકારની ચટણી ઉપરાંત બટાટાનું શાક બનાવીને રસોઈ-કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આ આયોજનમાં છોકરાઓને પણ વાસણ ધોતાં આવડવું જોઈએ એવા હેતુથી રસોઈ આરોગ્યા બાદ તેમને વાસણ ધોવાની પણ તાલીમ આપવામાં આવી હતી.




