ન્યુ ઝીલૅન્ડના પ્રવાસીને અપશબ્દો શીખવ્યા બાદ મહારાષ્ટ્રના યુવાનોએ સ્વિટ્ઝરલૅન્ડના પ્રવાસી પાસે આવો સૂત્રોચ્ચાર કરાવ્યો
વિદેશી ટૂરિસ્ટ સાથે સહ્યાદ્રિ ઍડ્વેન્ચર ગ્રુપનો એક મેમ્બર.
શુક્રવારે મહારાષ્ટ્રના સિંહગડ કિલ્લાના પ્રવાસે ગયેલા ન્યુ ઝીલૅન્ડના યુવકને સ્થાનિક મરાઠી યુવાનોએ અપશબ્દો શીખવવાની ઘટનામાં ચાર યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે બીજા એક વિદેશી પ્રવાસીને ભારતની સંસ્કૃતિનાં દર્શન કરાવવાની ઘટના શનિવારે બની હતી. મુરબાડ તાલુકામાં આવેલા નાણેઘાટના જાણીતા જીવધનથી વાનરલિંગી વૅલી ક્રૉસિંગ કરવા માટે ગઈ કાલે સ્વિટ્ઝરલૅન્ડનો એક ટૂરિસ્ટ પહોંચ્યો હતો. સહ્યાદ્રિ ઍડ્વેન્ચર ગ્રુપના યુવાનોએ આ ટૂરિસ્ટને મરાઠી ભાષામાં સૂત્રોચ્ચાર કરવાનું શીખવ્યું હતું. યુવાનોએ જય શિવરાય અને જય મહારાષ્ટ્રનો જયઘોષ બોલાવ્યો હતો એ સાંભળીને વિદેશી ટૂરિસ્ટે આ સૂત્રોચ્ચારને દોહરાવ્યો હતો.
સહ્યાદ્રિ ઍડ્વેન્ચર ગ્રુપના જણાવ્યા મુજબ એક વિદેશી ટૂરિસ્ટ છત્રપતિ શિવાજી મહારાજના જીવનથી પ્રેરિત થઈને અહીં આવ્યો હતો. તે અમારી સાથે વૅલી ક્રૉસિંગ કરતો હતો ત્યારે અમે તેને મરાઠી ભાષામાં સૂત્રોચ્ચાર કરવાનું કહ્યું હતું. અમે જેવી રીતે સૂત્રોચ્ચાર કર્યો હતો એવી જ રીતે તેણે બોલીને બતાવ્યું હતું.

