Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


History

લેખ

વિદેશી ટૂરિસ્ટ સાથે સહ્યાદ્રિ ઍડ્વેન્ચર ગ્રુપનો એક મેમ્બર.

જય શિવરાય, જય મહારાષ્ટ્ર

ન્યુ ઝીલૅન્ડના પ્રવાસીને અપશબ્દો શીખવ્યા બાદ મહારાષ્ટ્રના યુવાનોએ સ્વિટ્ઝરલૅન્ડના પ્રવાસી પાસે આવો સૂત્રોચ્ચાર કરાવ્યો

14 April, 2025 10:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડાયોરામા આર્ટ ફૉર્મમાં ગાંધીજીના અંતિમ સંસ્કારના દૃશ્યને જુઓ, કેટલું સરસ રીતે મિનિએચર આર્ટમાં પ્રસ્તુત કર્યું છે.

ગાંધીજીના ખાસ જીવનપ્રસંગોને અનોખા સ્વરૂપમાં જોવા પહોંચી જાઓ મણિભવન

ઑલમોસ્ટ ૬૦ વર્ષ પહેલાં મિનિએચર મૉડલોના અદ્ભુત આર્ટ-ફૉર્મ દ્વારા સુશીલા ગોખલે-પટેલે બાપુની અદ્ભુત દુનિયા મણિભવન ગાંધી સંગ્રહાલયમાં ઊભી કરી હતી, ૨૮ નિષ્ણાતોએ ૭ મહિના મહેનત કરીને ૩૦ લાખ ‌રૂપિયાના ખર્ચે આ ગાંધીવિશ્વનો જબરદસ્ત જીર્ણોદ્ધાર કર્યો છે

12 April, 2025 05:38 IST | Mumbai | Ruchita Shah
ક્રૉફર્ડ માર્કેટ પાસે આવેલી મુંબઈના પોલીસની ઑફિસ અને બહાર મૂકેલું કેલીનું આરસનું પૂતળું (સર્કલમાં).

મુંબઈગરાઓએ ફાળો ઉઘરાવીને અંગ્રેજ પોલીસ-કમિશનરનું પૂતળું કેમ મુકાવ્યું?

સાર્જન્ટ વેટકિન્સ નાગપાડા પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા હતા. પણ જ્યાં ગુનો બન્યો એ મલબાર હિલનો વિસ્તાર ગામદેવી પોલીસ સ્ટેશનની હકૂમત હેઠળ આવતો હતો

12 April, 2025 05:08 IST | Mumbai | Deepak Mehta
જૅપનીઝ દ્વીપોમાં ઇજિપ્તના પિરામિડ

જૅપનીઝ દ્વીપ પાસે સમુદ્રમાં પચીસ મીટર ઊંડે પિરામિડ મળી આવ્યા

ઇતિહાસને સમજવા માટે વિશેષજ્ઞો પૃથ્વી પરની જૂનામાં જૂની ચીજોનો અભ્યાસ કરતા આવ્યા છે. પુરાતત્ત્વવિદોએ નષ્ટ થઈ ગયેલી અનેક સંસ્કૃતિઓનો અભ્યાસ કરીને માનવજીવનની શરૂઆત અને એની સાથે વણાયેલા વિજ્ઞાનની કડીઓ ઉકેલવાની કોશિશ કરી છે.

11 April, 2025 06:56 IST | Tokyo | Gujarati Mid-day Correspondent

ફોટા

ગુલાબજાંબુ એક એવી મીઠાઇ છે જેનો સ્વાદ ભલભલાંની દાઢે વળગતો હોય છે

જ્યાફતઃ રોહિડા અને અમદાવાદના ચંપાજી ગુલાબજાંબુનો 120 વર્ષ જુનો ઈતિહાસ

જ્યારે પણ મીઠાઈનો ઉલ્લેખ થાય છે ત્યારે ગુલાબજાંબુ કહો કે ગુલાબજામૂનની વાત ચોક્કસપણે થતી જ હોય છે. ભાગ્યેજ કોઈ એવું હશે જેને ગુલાબજાંબુ નહીં ભાવતા હોય. ગુલાબજાંબુ અને તેનો પિતરાઈ ભાઈ કાલા જામ ભારતીય ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને ગુજરાતી રસોઈકળામાં ખાસ સ્થાન ધરાવે છે. આ મીઠાઈઓ ખાસ તહેવારો, લગ્ન પ્રસંગો અને ઉજવણીના અવસર પર વિશેષ કરીને પસંદ કરવામાં આવે છે. મોટાભાગના લોકોને ગુલાબજાંબુ અને કાલા જામ વચ્ચેનો તફાવત ખબર હોતો નથી. હકીકતમાં, બંને મીઠાઈઓની બનાવવાની પદ્ધતિમાં જ મુખ્ય ભેદ છે. ગુલાબજાંબુ તળતી વખતે આછા બદામી રંગના રહે છે, જ્યારે કાલા જામને વધુ સમય સુધી તળવાથી તેનો રંગ ઘાટો બદામી કે કાળાશ પડતો રહે છે. તેમજ, ગુલાબજાંબુ ચાસણીથી ભરપૂર રસદાર બને છે, જ્યારે કાલા જામ થોડા કડક અને કોરા રહે છે, જે તેને અલગ સ્વાદ અને ટેક્સચર આપે છે.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

07 February, 2025 02:43 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ન્યુ ઓર્લિન્સની ડિશીઝમાં ત્યાંની પરંપરાઓ જીવે છે. માર્ડી ગ્રાસ માણો તો સાથે ફૂડ પણ માણવું જરૂરી.

યમ્મી ટમ્મીઃ લુઇઝિયાનાની આઇકોનિક ફ્લેવર્સમ માણવા આ ચોક્કસ ખાજો

લૂઇઝિયાનામાં તમે દરેક કોળીયે સંસ્કૃતિનો સ્વાદ માણી શકો અને તે એવી સંસ્કૃતિ કે કલ્ચર છે જે તમને બીજે ક્યાંય નહીં મળે. ક્રેઓલે અને કાજુન લોકો લુઇઝિયાનામાં વસેલા છે અને તેમણે યુરોપિયન, આફ્રિકન અને કરેબિયન કૂકિંગની રીતો ભેગી કરીને લુઇઝિયાના કલિનરી લેન્ડસ્કેપને સમૃધ્ધ બનાવ્યો છે. તેમાં કમ્ફર્ટ, સોફેસ્ટિકેશનની સાથે મોસમી સામગ્રી, ખાવાનું બનાવવાની રીતો પેઢી દર પેઢી આગળ વધતી રહે છે, સોંપાતી રહે છે. લુઇઝિયાનાના દરેક પ્રદેશની કોઇ સિક્રેટ રેસિપી છે જે ચાખવા જેવી છે. અહીં જિંદગીનું કેન્દ્ર છે ફૂડ અને તમે દરેક વળાંકે નવી વાનગી માણી શકશો. 2005ને આ રાજ્ય યર ઑફ ફૂડ તરીકે ઉજવે છે ત્યારે જાણો કે અહીં શું છે જે તમારે માણવું જોઇએ.

28 January, 2025 06:02 IST | New Orleans | Gujarati Mid-day Online Correspondent
તિરૂપતિ બાલાજી મંદિર, ઘાટકોપર (પૂર્વ)

આસ્થાનું એડ્રેસ: કુંભ મેળામાં પણ મુંબઈનાં તિરૂપતિ મંદિરની છે બોલબાલા

આજે આપણે જે આસ્થાના એડ્રેસ પર જવાનાં છીએ તે તિરૂપતિ બાલાજી મંદિર છે. અને હા, આ સાઉથનું મંદિર નથી. પણ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં આવેલું છે. ઘાટકોપર પૂર્વમાં તિલક રોડ પર આ મંદિર આવેલું છે. અહીં જે ભગવાન વેંકટેશની મૂર્તિ છે તે તિરુપતિ બાલાજી મંદિરમાં આવેલી મૂર્તિ સમાન જ છે. તો, આવો મુંબઈનાં આ પ્રાચીન મંદિરનાં દર્શનાર્થે જઈએ. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

21 January, 2025 12:00 IST | Mumbai | Dharmik Parmar
દહીંસર સ્થિત ભાટલા દેવી મંદિર

આસ્થાનું એડ્રેસ: મુંબઈના આ મંદિરમાં સગાઈ થઈ તો સાત જન્મો સુધી અકબંધ રહે છે જોડી

મુંબઈનાં વિવિધ શ્રદ્ધાસ્થાનોની મુલાકાતે આપણે જઈએ છીએ. એ જ શૃંખલામાં આજે તમને એક વિશિષ્ટ માન્યતાને કારણે ચર્ચામાં રહેતા મંદિરે લઈ જવા છે. અત્યારે લગ્નનો ગાળો છે. વર્ષ ૨૦૨૫માં નવયુગલો લગ્નગ્રંથિથી જોડાઈને જીવનનાં નવા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યાં છે ત્યારે મુંબઈના દહીંસરમાં આવેલ ભાટલા દેવી મંદિર વિષે જાણવું રોચક રહેશે. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

07 January, 2025 09:59 IST | Mumbai | Dharmik Parmar

વિડિઓઝ

The Gujaratis: કરો ગુજરાતીઓના ઇતિહાસ, મૂળ અને ઓળખનું અન્વેષણ સલિલ ત્રિપાઠી સાથે

The Gujaratis: કરો ગુજરાતીઓના ઇતિહાસ, મૂળ અને ઓળખનું અન્વેષણ સલિલ ત્રિપાઠી સાથે

સલિલ ત્રિપાઠીના શબ્દો સોમનાથ અગરબત્તીની સુગંધ જેવુ છે. પરિચિત પણ વિચારશીલ. સલિલે તેમની પુસ્તક `The Gujaratis` માં ગુજરાતીઓ વિશે વાત કરતાં કહ્યું તેઓ ફક્ત હોશિયાર વેપારીઓ નહીં, પણ સંસ્કૃતિ અને પરંપરાથી ભરપૂર એક સમાજ છે. બેલ્જિયમની હીરાની બજારોથી લઈને અમેરિકાના હાઇવે પરના પટેલ મોટેલ્સ સુધી, ત્રિપાઠી ગુજરાતીઓનો એક એવો ચિત્ર બનાવે છે જે વિશ્વના બધા ગુજરાતીઓને જોડે છે. તેમણે ‘અસ્મિતા’ એટલે કે ગુજરાતી હોવાનો ગર્વ વિશે પણ વાત કરી, જે તેમની મહેનત, સંઘર્ષ અને સફળતાનું રહસ્ય છે. પરંતુ ત્રિપાઠી ફક્ત મીઠી વાતો જ નથી કરતા, તેઓ રાજકારણ, વિભાજનવાદ અને અન્ય એવી વાતો પણ જણાવે છે જેની હંમેશા જાહેર ચર્ચા થતી નથી. તેમને ગુજરાતીઓ વિશે વાત કરતા સાંભળવું એ એક પ્રિય જૂનું ગીત સાંભળવા જેવું છે, પરિચિત હોવા છતાં એવા ગીતો સાથે જે તમે પહેલાં ક્યારેય વધુ ધ્યાન આપ્યું ન હોય.

18 March, 2025 09:16 IST | Mumbai
ઐતિહાસિક સુવર્ણ વિજય! 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ચેમ્પિયનના સિતારા ચમક્યાં

ઐતિહાસિક સુવર્ણ વિજય! 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ચેમ્પિયનના સિતારા ચમક્યાં

તાજેતરમાં સમાપ્ત થયેલ ચેસ ઓલિમ્પિયાડમાં, ભારતની પુરૂષ અને મહિલા ટીમોએ ઈતિહાસ રચ્યો, પોતપોતાની કેટેગરીમાં પ્રથમ વખત સુવર્ણચંદ્રક મેળવ્યા અને સ્પર્ધાની સમાન આવૃત્તિમાં બેવડા સુવર્ણ ચંદ્રકો ખેંચવા માટે દેશોની ચુનંદા કંપનીમાં જોડાઈ. . 45માં ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતવા પર, ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંધાએ કહ્યું, "અમે કંઈક ખૂબ જ ઐતિહાસિક કર્યું છે, અમે 2 ગોલ્ડ મેડલ જીત્યા છે... ક્રિકેટ પણ ખૂબ મુશ્કેલ ક્ષેત્ર છે... રમતગમત વચ્ચે,મને નથી લાગતું કે આપણે સરખામણી કરવી જોઈએ. દરેક રમત ખૂબ જ મુશ્કેલ હોય છે..." ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર તાનિયા સચદેવે કહ્યું, "હું અત્યારે અભિભૂત છું... સખત મહેનત અને તાલીમ... તે ઘણું રહ્યું છે પરંતુ હવે હું ચેસ જીત્યા પછી શું અનુભવું છું. સોનું અને પોડિયમ પર હોવું, તે મૂલ્યવાન છે... હું માનું છું કે દબાણ એ એક વિશેષાધિકાર છે, જો તમારા પર દબાણ હોય તો તમે કંઈક સારું કરી રહ્યા છો..." ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર વંતિકા અગ્રવાલ કહે છે, "હું ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું કે અમે આ કરી શક્યા... તે બિલકુલ સરળ ન હતું... અમે ખુશ છીએ કે અમે દબાણ હેઠળ પ્રદર્શન કરી શક્યા... મેં અગાઉ ઘણા મેડલ જીત્યા હતા. તેમજ...હું ઘરે આવતો હતો અને મારે બધાને કહેવું પડતું હતું...હું શાળા-કોલેજ જતો હતો અને કોઈ જાણતું ન હતું પણ આ વખતે મેં કોઈને કહ્યું નથી કે મેં મેડલ જીત્યો છે પણ બધા મને મેસેજ કરતા હતા...PM  મોદી યુએસથી પાછા આવ્યા પછી તરત જ અમને મળ્યા અને અમારી સાથે વાતચીત કરી...”

26 September, 2024 02:34 IST | Delhi

"પશ્ચિમી પ્રભુત્વ યુગનો ઇતિહાસ..." શા માટે ભારત બ્રિક્સનો ભાગ- જયશંકરે સમજાવ્યું

ન્યૂ યોર્કમાં એશિયા સોસાયટી પોલિસી ઇન્સ્ટિટ્યૂટના વાઇસ પ્રેસિડેન્ટ ડેનિયલ રસેલ સાથેની મુલાકાતમાં, EAM ડૉ. એસ.જયશંકરે શા માટે ભારત બ્રિક્સનો એક ભાગ છે તેની સુસંગતતા પર પ્રકાશ પાડે છે. તેમણે કહ્યું, “બ્રિક્સનો પશ્ચિમી વર્ચસ્વનો ઇતિહાસ છે. તેથી તમારી પાસે કોઈ પશ્ચિમી દેશોનો સંગ્રહ છે, જેમને લાગ્યું કે તેઓ અહીં વસ્તુઓની એકંદર યોજનામાં અફેર નથી કરી રહ્યા, અને ભેગા થવાથી તેઓ તેમના હિતની બાબતોમાં તેમનો અવાજ સાંભળશે.

25 September, 2024 01:09 IST | New York
બાણગંગા શિવમંદિર: ભગવાન રામ અને મંદિરનો અનેરો ઇતિહાસ

બાણગંગા શિવમંદિર: ભગવાન રામ અને મંદિરનો અનેરો ઇતિહાસ

શ્રાવણ માસના પાવન અવસરે આજે સમજીએ બાણગંગા શિવ મંદિરનો ઇતિહાસ અને શિવ ભક્તિની મહિમા.

12 August, 2024 05:14 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK