Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અમે ક્યારેય પ્રોફેસર સૂર્યનારાયણ ડૂલ્લાને દોષી ગણ્યા જ નથી

અમે ક્યારેય પ્રોફેસર સૂર્યનારાયણ ડૂલ્લાને દોષી ગણ્યા જ નથી

Published : 23 September, 2026 07:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એમ કહીને પોતે ચીટિંગનું સમર્થન ન કરતા હોવાની સ્પષ્ટતા IIT-બૉમ્બેના વિદ્યાર્થીઓએ કરી

સૂર્યનારાયણ ડૂલ્લા

સૂર્યનારાયણ ડૂલ્લા


ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બેના વિદ્યાર્થીઓ દ્વારા સાહિલ વાકોડેની આત્મહત્યા બાદ કરવામાં આવેલા આંદોલન પછી મંગળવારે વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરનારાઓએ એક નિવેદન બહાર પાડ્યું હતું. એમાં પરીક્ષા દરમ્યાન કૉપી-ચીટિંગ કરવામાં આવે એ વાતનું સમર્થન ક્યારેય કરવામાં આવ્યું નથી અને એ ઉપરાંત પ્રોફેસર સૂર્યનારાયણ ડૂલ્લા આ ઘટના બદલ દોષી હોવાનું પણ ક્યારેય ન માન્યું હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. 

પોતે કરેલા નિવેદનમાં વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ‘પ્રદર્શન કરવાનો અમારો હેતુ ફક્ત ઇન્સ્ટિટ્યૂટમાં અનેક વસ્તુઓમાં સુધારા કરવામાં આવવા જોઈએ અને પરિવર્તન આવવું જોઈએ એ જણાવવાનો હતો. ચીટિંગ કે કોઈ પણ પ્રકારની ગેરરીતિનું સમર્થન અમે નથી કરતા. ઇન્સ્ટિટ્યૂટમાં જે પ્રકારની સિસ્ટમ છે અને જે રીતે કારભાર ચાલી રહ્યો છે એમાં પરિવર્તન આવવું જોઈએ અને એના પર ધ્યાન આપવામાં આવવું જોઈએ એવો અમારા પ્રદર્શનનો ઉદ્દેશ હતો. સાહિલની સાથે જે થયું એનાથી દુઃખી હોવાથી આવી ઘટના બીજા કોઈ વિદ્યાર્થી સાથે ન બને એ માટે પરિવર્તન જરૂરી હોવાથી પ્રદર્શન કરવામાં આવ્યું હતું.’ 



આ ઉપરાંત સાહિલના મૃત્યુ માટે પ્રોફેસર સૂર્યનારાયણ ડૂલ્લા જવાબદાર હોવાનો પૂર્વગ્રહ ન હોવાથી તેમના માથે આત્મહત્યાનું આળ ઢોળવામાં ન આવ્યું હોવાનું અને પોતે તેમને આ ઘટના માટે જવાબદાર ન માનતા હોવાનું પણ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2026 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK