બંગલાદેશમાં હિન્દુઓ પર સતત કરવામાં આવી રહેલા હુમલાના વિરોધમાં ગઈ કાલે મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ-પ્રદર્શન કરવાની સાથે મોરચા કાઢવામાં આવ્યા હતા.
ઘાટકોપરમાં પણ ગઈ કાલે સાંજે ભારતીય હિન્દુ સમાજ દ્વારા બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરવા એક જનઆક્રોશ મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું
બંગલાદેશમાં હિન્દુઓ પર સતત કરવામાં આવી રહેલા હુમલાના વિરોધમાં ગઈ કાલે મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ-પ્રદર્શન કરવાની સાથે મોરચા કાઢવામાં આવ્યા હતા. બોરીવલી-ઈસ્ટમાં નૅશનલ પાર્કથી લઈને કાંદિવલીના ઠાકુર કૉમ્પ્લેક્સ સુધી વિરોધ-પ્રદર્શન કરવા માટે માનવસાંકળ રચવામાં આવી હતી. ભાઈંદર-ઈસ્ટમાં ગોલ્ડન સર્કલ પાસે સકલ હિન્દુ સમાજ દ્વારા બંગલાદેશની ઘટનાનો નિષેધ કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
આવી જ રીતે ઘાટકોપરમાં પણ ગઈ કાલે સાંજે ભારતીય હિન્દુ સમાજ દ્વારા બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરવા એક જનઆક્રોશ મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં હાથમાં મશાલ લઈને મહિલાઓ સહિત હજારો લોકો જોડાયા હતા.

આ મોરચો ઘાટકોપર-ઈસ્ટના વિક્રાંત સર્કલ પાસે યોજવામાં આવ્યો હતો.


