પૅસેન્જરો અને ડ્રાઇવરો માટે ભારત ટૅક્સી ઍપ લાઇવ થઈ
પૅસેન્જર અને ડ્રાઇવર બન્ને માટે ઍપ હવે ડાઉનલોડ અને રજિસ્ટ્રેશન માટે ઉપલબ્ધ છે
મુંબઈના મુસાફરો પાસે હવે શહેરમાં ફરવા માટે એક નવો વિકલ્પ છે. ભારત ટૅક્સી ઍપ મુંબઈમાં ઑફિશ્યલી લાઇવ થઈ ગઈ છે. પૅસેન્જર અને ડ્રાઇવર બન્ને માટે ઍપ હવે ડાઉનલોડ અને રજિસ્ટ્રેશન માટે ઉપલબ્ધ છે. યુઝર્સ સાઇન-અપ કરીને તરત જ તેમનું અકાઉન્ટ સેટ કરી શકે છે. જોકે કૅબ બુક કરવા માટે મે મહિનાના પહેલા અઠવાડિયા સુધી રાહ જોવી પડશે.
નૉર્થ મુંબઈના સંસદસભ્ય પીયૂષ ગોયલે કાંદિવલી-વેસ્ટમાં આ સર્વિસનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારત ટૅક્સી ઉબર અને રૅપિડોને સીધી ટક્કર આપશે. ઍપ દ્વારા મુંબઈમાં મુસાફરો ઇલેક્ટ્રિક ઑટો અને ઇલેક્ટ્રિક કાલીપીલી કૅબ પણ બુક કરી શકશે. સરકાર ડ્રાઇવરોને જૂનાં પેટ્રોલ અને કમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG) વાહનોથી ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) તરફ વળવા માટે પ્રોત્સાહન આપશે.
ADVERTISEMENT
મુંબઈમાં ડ્રાઇવરબેઝને મજબૂત બનાવવા માટે સરકારે શહેરના સૌથી મોટા ઑટો અને ટૅક્સી યુનિયન સાથે ભાગીદારી કરી છે. ઈ-ઑટો અને ઈ-ટૅક્સીઓ માટે જરૂરી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
ભારત ટૅક્સી ઍપની મુખ્ય વિશેષતાઓ
ઍપ પર ઇમર્જન્સી SOS બટન, લોકલ પોલીસ સાથે કો-ઑર્ડિનેશન, બધા ડ્રાઇવરોનું ફરજિયાત પોલીસ-વેરિફિકેશન, રિયલ-ટાઇમ ઇમર્જન્સી રિસ્પૉન્સ સિસ્ટમનો સમાવેશ થાય છે.
આ ઍપ મુસાફરો માટે ભાડું ઓછું અને ડ્રાઇવરો માટે કમાણી વધુ રાખવાના હેતુથી મિનિમમ કમિશન મૉડલ પર ચાલશે. મીટર–બેઝ્ડ ફેર-સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા માટે ડ્રાઇવરોને ૯.૫ ટકાના દરે મુદ્રા લોન આપવામાં આવશે.
