Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News in Shorts: સંયુક્ત મહારાષ્ટ્ર માટે શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજ‌લિ

News in Shorts: સંયુક્ત મહારાષ્ટ્ર માટે શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજ‌લિ

Published : 22 November, 2026 09:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દર વર્ષે ૨૧ નવેમ્બરે મનાવવામાં આવતો મહારાષ્ટ્ર રાજ્ય શહીદ સ્મૃતિ દિવસ એવા લોકોની યાદમાં ઊજવવામાં આવે છે જેમણે રાજ્યની રચના માટે સંઘર્ષ કર્યો હતો; જે ૧૯૬૦ની ૧મે એ સાકાર થઈ હતી.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે મહારાષ્ટ્ર રાજ્ય શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે મહારાષ્ટ્ર રાજ્ય શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી


મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર સાથે મળીને શનિવારે મહારાષ્ટ્ર રાજ્ય શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે મુંબઈમાં હુતાત્મા સ્મારક (શહીદ સ્મારક) ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દિવસ સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન દરમ્યાન ૧૯૫૫ની ૨૧ નવેમ્બરે થયેલા ઐતિહાસિક પોલીસ-ગોળીબારની ઘટનાનાં ૭૧ વર્ષ પૂર્ણ થવાનું પ્રતીક છે. નેતાઓએ એ શહીદોને શ્રદ્ધાંજલિ આપી જેમણે સંયુક્ત મરાઠીભાષી મહારાષ્ટ્રના સંઘર્ષમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. દર વર્ષે ૨૧ નવેમ્બરે મનાવવામાં આવતો મહારાષ્ટ્ર રાજ્ય શહીદ સ્મૃતિ દિવસ એવા લોકોની યાદમાં ઊજવવામાં આવે છે જેમણે રાજ્યની રચના માટે સંઘર્ષ કર્યો હતો; જે ૧૯૬૦ની ૧મે એ સાકાર થઈ હતી.

ગોકુળ અને વારણાના દૂધમાં એકઝાટકે ૬ રૂ‌પિયાનો વધારો



ગોકુળ અને વારણા દૂધના ભાવ વધી ગયા છે. ગોકુળ દ્વારા ભેંસના એક લીટર દૂધના ભાવમાં એકઝાટકે ૬ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એકસાથે ૬ રૂપિયાનો વધારો કરીને ગોકુળે સામાન્ય લોકોનું બજેટ બગાડ્યું છે ત્યારે હવે વારણા દૂધ સંઘે પણ એક લીટર દૂધની કિંમતમાં પ્રતિ લીટર ૬ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેતાં ગરીબ તથા મધ્યમવર્ગીય લોકોને બીજો ઝાટકો આપ્યો છે. ગોકુળ દ્વારા ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લીટર ૬ રૂપિયાનો જ્યારે ગાયના દૂધના ભાવમાં ૪ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.


શિયાળાની સરપ્રાઇઝ, શ‌નિવારે મુંબઈગરાની ગુડ મૉર્નિંગ ૧૬.૨ ડિગ્રી સાથે થઈ : એક જ દિવસમાં લઘુતમ તાપમાનમાં પાંચ ડિગ્રી જેટલોનો ધરખમ ઘટાડો થયો

આવતા અઠવાડિયાથી મુંબઈમાં શિયાળાનું જોર વધશે અને તાપમાન ઘટશે એવી આગાહી હવામાન ખાતાએ શુક્રવારે કરી હતી અને શનિવારે-રવિવારે લઘુતમ તાપમાન ૨૦-૨૧ ડિગ્રીની આસપાસ રહેશે એમ જણાવવામાં આવ્યું હતું. જોકે ગઈ કાલે વહેલી સવારે જ શિયાળાએ મુંબઈગરાઓને સરપ્રાઇઝ આપી હતી અને તાપમાનનો પારો ૧૬.૨ ડિગ્રી સે‌લ્સિયસ જેટલો થઈ ગયો હતો. હવામાન ખાતાએ નોંધ્યા મુજબ ગઈ કાલે સવારે તાપમાનનો પારો લગભગ પાંચ ડિગ્રી જેટલો ઘટ્યો હતો. શુક્રવારે મુંબઈનું સરેરાશ લઘુતમ તાપમાન ૨૧ ડિગ્રી સે‌લ્સિયસ રહ્યું હતું. આમ એક જ દિવસમાં લઘુતમ તાપમાનમાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. સાંતાક્રુઝ વેધશાળા મુજબ ગઈ કાલે વહેલી સવારના સમયે મુંબઈનું તાપમાન ૧૬.૨ ડિગ્રી સે‌લ્સિયસ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ૧૬.૨ ડિગ્રી સે‌લ્સિયસ સાથે ગઈ કાલનો દિવસ આ વર્ષના શિયાળાનો મુંબઈનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. જોકે દિવસનું મહત્તમ તાપમાન સાંતાક્રુઝ વેધશાળા મુજબ ૩૨.૪ રહ્યું હતું. કોલાબા વેધશાળા મુજબ ગઈ કાલે મહત્તમ તાપમાન ૩૨.૧ અને લઘુતમ તાપમાન ૨૧.૮ ડિગ્રી સે‌લ્સિયસ રહ્યું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

22 November, 2026 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK