મધ્ય રેલવે (Central Railway) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંકણ રૂટ પર દોડતી ટ્રેનોમાં ગણેશોત્સવ માટે જારી કરાયેલી લગભગ 750 ટિકિટો રદ કરવામાં આવી છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મધ્ય રેલવે (Central Railway) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંકણ રૂટ પર દોડતી ટ્રેનોમાં ગણેશોત્સવ માટે જારી કરાયેલી લગભગ 750 ટિકિટો રદ કરવામાં આવી છે. આ ટિકિટો શંકાસ્પદ `યુઝર આઈડી` અને `PNR` પરથી રિઝર્વેશન થઈ હોવાને કારણે રદ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રેલવે દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે મુસાફરોએ આ ટિકિટો કેન્સલ કરી છે તેમને રિફંડ આપવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે ગણેશોત્સવ માટે રેલવે ટ્રેનોના આરક્ષણમાં કાળાબજાર થયાની ફરિયાદો કરવામાં આવી હતી. ગણેશોત્સવ અને હોળી માટે મોટી સંખ્યામાં મુસાફરો કોંકણની મુલાકાત લેતા હોય છે. ટિકિટના દલાલો મોટી સંખ્યામાં ટિકિટો અનામત રાખે છે. આ દલાલો ઊંચા ભાવે ટિકિટો વેચે છે. જેને કારણે મધ્ય અને કોંકણ રેલવેએ ટિકિટના આરક્ષણ અંગે પૂછપરછ કરવી જોઈએ. એવી ફરિયાદો કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આ ફરિયાદો થયા બાદ મધ્ય રેલવેએ આ ટિકિટ રિઝર્વેશનની તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વખતે પ્રતિ સેકન્ડ 266 ટિકિટની જેમ રિઝર્વેશન શરૂ થતાં જ પ્રથમ ચાર મિનિટમાં 54 હજારથી વધુ ટિકિટ બુક કરવામાં આવી હતી. આ વખતે કેટલાક `યુઝર આઈડી` અને `પીએનઆર` શંકાસ્પદ જણાયા હતા.
તપાસમાં આ શંકાસ્પદ `પીએનઆર` બિહાર અને ઉત્તર ભારતના રેલવે સ્ટેશનોના હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત અધૂરી માહિતીવાળા યુઝર આઈડી પરથી બુકિંગ કરવામાં આવ્યું હતું. રેલવે ટિકિટ રિઝર્વેશનમાં આ ટિકિટ શંકાસ્પદ જણાતા 164 `યુઝર આઈડી` અને 181 `પીએનઆર` રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ આ બાબતે વધુ પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, “એક પીએનઆરમાંથી વધુમાં વધુ છ ટિકિટો આરક્ષિત કરી શકાય છે. પરંતુ ગણેશોત્સવ તહેવારના સમયમાં બુક કરવામાં આવેલ ટિકિટોમાં દરેક PNR માટે માત્ર સરેરાશ ત્રણ-ચાર ટિકિટો જ આરક્ષિત હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ કારણે લગભગ 550થી 750 મુસાફરોની ટિકિટો રદ કરવામાં આવી છે.”
ગત વર્ષે કુલ 25 હજાર 995 કર્મચારીઓએ ગણેશોત્સવ નિમિત્તેની ટિકિટો બુક કરાવી હતી. જેમાં ખરેખર 6 હજાર 10 ટિકિટો પ્રત્યક્ષ અને 19 હજાર 985 ટિકિટો આરક્ષિત હતી. જ્યારે આ વર્ષે 5 હજાર 875 ફિઝિકલ ટિકિટ અને 48 હજાર 526 ઓનલાઈન ટિકિટો મળીને કુલ 54 હજારથી વધુ ટિકિટો આરક્ષિત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ 86.86 ટકા ફેસ્ટિવલ રિઝર્વેશન વિન્ડો (ઓફલાઇન) ટિકિટ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, ગુજરાતમાંથી ખરીદવામાં આવી છે. જો ગયા વર્ષની વાત કરવામાં આવે તો આ ટકાવારી 93.69 હતી. અન્ય રાજ્યોમાંથી બહુ જ ઓછું અનામત કરવામાં વ્યૂ છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.