મહારાષ્ટ્ર સરકારના પુસ્તકોમાંથી ‘ગાંધી વધ’ શબ્દ બદલી નાખવામાં આવ્યો છે અને તેના બદલે ‘ગાંધીજીની હત્યા’ આ નવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એમ મહારાષ્ટ્ર રાજ્ય મરાઠી વિશ્વકોશ બોર્ડના અધ્યક્ષ પ્રોફેસર ડૉ. રવિન્દ્ર શોભનેએ માહિતી આપી હતી.
નથુરામ ગોડસે અને મહાત્મા ગાંધી (તસવીર: મિડ-ડે)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા નથુરામ ગોડસે દ્વારા કરવામાં આવી હતી. ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ ના રોજ, નવી દિલ્હીના બિરલા હાઉસમાં સાંપ્રદાયિક પ્રાર્થના સમાપ્ત થયા પછી, ગોડસેએ ગાંધીજી પર નજીકથી ત્રણ ગોળીઓ ચલાવી હતી. આ હુમલા પહેલાં પણ બાપુની હત્યાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. ગોડસેને ૧૫ નવેમ્બર, ૧૯૪૯ ના રોજ ફાંસી આપવામાં આવી હતી. પરંતુ ત્યારથી, કેટલાક પુસ્તકોમાં ‘હત્યા’ શબ્દને બદલે ‘વધ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘણા લોકોએ ‘વધ’ શબ્દ સામે વાંધો ઉઠાવ્યો હતો, જોકે આ શબ્દ યથાવત રહ્યો હતો. પણ હવે મહાયુતિ સરકાર દ્વારા, ભવિષ્યના ભયને ઓળખીને આ શબ્દ બદલવામાં આવ્યો છે.
મરાઠી વિશ્વકોશમાં મોટો ફેરફાર
ADVERTISEMENT
મહારાષ્ટ્ર સરકારના પુસ્તકોમાંથી ‘ગાંધી વધ’ શબ્દ બદલી નાખવામાં આવ્યો છે અને તેના બદલે ‘ગાંધીજીની હત્યા’ આ નવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એમ મહારાષ્ટ્ર રાજ્ય મરાઠી વિશ્વકોશ બોર્ડના અધ્યક્ષ પ્રોફેસર ડૉ. રવિન્દ્ર શોભનેએ માહિતી આપી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સંબંધિત આ ફેરફારોનો ઉલ્લેખ વિશ્વકોશના ડિજિટલ સંસ્કરણમાં કરવામાં આવ્યો છે અને એપ્રિલ સુધી છાપેલા સંસ્કરણમાં રહેશે. કોઈપણ મહાન વ્યક્તિ કે ઘટના, ભલે તે કોઈ પણ વિચારધારા ધરાવતી હોય, તેનો ઉલ્લેખ વિશ્વકોશમાં હકીકતો જોયા પછી યોગ્ય રીતે કરવામાં આવ્યો છે. ૧૯૮૯માં વિશ્વકોશના ચૌદમા ખંડના પ્રકાશન પછી, તેમાં `ગાંધી વધ` શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મરાઠા સેવા સંઘના વરિષ્ઠ પત્રકાર પ્રભાકર કોંડાબટ્ટુવાર, બબનરાવ નખલે, શિવશ્રી મધુકરરાવ મહેકરેએ ૩૦ ઑક્ટોબર, ૨૦૨૦ ના રોજ વિધાનસભાના અધ્યક્ષને `ગાંધી વધ` શબ્દને બદલીને `ગાંધીજીચા ખૂન` એમ કરવા માટે અરજી કરી હતી. ત્યારબાદ, આ ફેરફાર કરવામાં આવ્યો.
અરજીમાં ચાર માગણીઓ કરવામાં આવી હતી
વિશ્વકોશનો ૧૪મો ખંડ ૧૯૮૯માં પ્રકાશિત થયો હતો. ત્યારથી, તેમાં `ગાંધી વધ` શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવી દલીલ કરવામાં આવી હતી કે આ શબ્દપ્રયોગ જમણેરી વિચારધારાને સમર્થન આપે છે. હત્યાનો અર્થ સારા, ઉમદા હેતુવાળા કોઈને ખતમ કરવાનો હતો. નથુરામ ગોડસેને આદરપૂર્વક સંબોધવામાં આવ્યા હતા. ૩૦ ઑક્ટોબર, ૨૦૨૦ ના રોજ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ તેની વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં ચાર માંગણીઓ કરવામાં આવી હતી. વિશ્વકોશ ખંડ-૧૪ માંથી ‘ગાંધી વધ’ શબ્દ કાઢી નાખવામાં આવશે આ સાથે વિશ્વકોશમાં ‘ગાંધી હત્યા’ આ નવા શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. રાજ્ય સરકારના વહીવટમાં પણ ‘ગાંધી વધ’ આ શબ્દનો ઉપયોગ ન કરો તેમ જ ખૂની નથુરામનો મહિમા કરવાનું ટાળો, એવી માગણીઓને હવે રાજ્ય શાસન દ્વારા પણ માન્યતા આપવામાં આપી બદલવામાં આવી છે.


