Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં માત્ર પાંચ દિવસમાં ફટાકડાએ ૩૩૩ આગ લગાડી

મુંબઈમાં માત્ર પાંચ દિવસમાં ફટાકડાએ ૩૩૩ આગ લગાડી

Published : 12 November, 2026 09:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૯ અને ૧૦ નવેમ્બરે જ આગના ૨૬૮ બનાવ: બે દિવસમાં એક વ્યક્તિનું મૃત્યુ અને બે ઘાયલ; ગોરેગામથી દહિસર વચ્ચે સૌથી વધુ ૯૩ કૉલ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં રૉકેટ અને આકાશી આતશબાજી પર પ્રતિબંધ હોવા છતાં દિવાળીના તહેવાર દરમ્યાન આગની ઘટનાઓમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ૬ નવેમ્બરથી ૧૦ નવેમ્બર દરમ્યાન માત્ર પાંચ દિવસમાં મુંબઈ ફાયરબ્રિગેડને આગ સંબંધિત ૪૯૯ કૉલ મળ્યા હતા જેમાંથી દર ત્રણમાંથી બે એટલે કે ૩૩૩ બનાવ માત્ર ફટાકડાના કારણે બન્યા હતા.

શહેરમાં ૯ અને ૧૦ નવેમ્બર દરમ્યાન જ આગની ૨૬૮ ઘટનાઓ બની હતી જેમાંથી ૧૬૮ બનાવ ફટાકડાને લીધે થયા હતા. ૯ નવેમ્બરે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી, જ્યારે શહેરમાં આગના ૧૬૬ બનાવ નોંધાયા હતા અને એમાંથી ૧૪૪ બનાવ ફટાકડા સળગાવવાના કારણે બન્યા હતા. આ સિવાય ૧૦ નવેમ્બરે પણ આગની ૧૦૨ ઘટનાઓ બની હતી જેમાં ૨૪ કિસ્સામાં ફટાકડા કારણભૂત હતા. આ બે દિવસમાં મલાડમાં એક કિશોરે જીવ ગુમાવ્યો હતો, જ્યારે અન્ય બે વ્યક્તિ ઘાયલ થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK