એક ફ્લૅટમાં લાગેલી આગને કારણે બિલ્ડિંગના ત્રીજા માળથી ઉપરના માળે રહેતા કેટલાક રહેવાસીઓ ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ તેમને બચાવી લીધા હતા.
મરીન ચેમ્બર બિલ્ડિંગમાં ગઈ કાલે બપોરે ૧૨.૨૬ વાગ્યે આગ ફાટી નીકળી હતી
તળ મુંબઈમાં મેટ્રો સિનેમા નજીક ગોળ મસ્જિદ પાસે આવેલા પાંચ માળના મરીન ચેમ્બર બિલ્ડિંગમાં ગઈ કાલે બપોરે ૧૨.૨૬ વાગ્યે આગ ફાટી નીકળી હતી. એક ફ્લૅટમાં લાગેલી આગને કારણે બિલ્ડિંગના ત્રીજા માળથી ઉપરના માળે રહેતા કેટલાક રહેવાસીઓ ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ તેમને બચાવી લીધા હતા.
આ આગમાં ૨૦૦૦ સ્ક્વેરફુટમાં ફેલાયેલા ફ્લૅટનું ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિક હોમ અપ્લાયન્સિસ, લાકડાનું ફર્નિચર, મહત્ત્વના દસ્તાવેજો, ફૉલ્સ સીલિંગ, ગૅસની ટ્યુબ, સોફાસેટ, ઘરવખરીની ચીજો બધું બળીને ખાખ થઈ ગયું હતું.
ADVERTISEMENT
આગ લાગવાને કારણે થયેલો ધુમાડો ઉપરના માળ પર પણ ફેલાતાં ત્યાં રહેતા રહેવાસીઓએ હાડમારી ભોગવવી પડી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તેમને બચાવી લીધા હતા. તેમણે સવાબે કલાકની ભારે જહેમત બાદ ૨.૧૧ વાગ્યે આગ ઓલવી નાખી હતી.
આગની અન્ય એક ઘટના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પાસે આવેલી ફેરમૉન્ટ હોટેલમાં બની હતી. ત્યાં સાંજે ૫.૩૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. એસી યુનિટ અને એના ડક્ટિંગમાં આગ લાગી હતી જે ૧૦૦૦થી ૧૫૦૦ સ્ક્વેરફુટ એરિયામાં ફેલાઈ હતી. આગમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

