બાંદરા-ઈસ્ટમાં ગવર્નમેન્ટ કૉલોની અને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સની વચ્ચે આવેલા સંત જ્ઞાનેશ્વર નગર ઝૂંપડપટ્ટીમાં ગઈ કાલે બપોરે ૨.૩૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આ આગ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાથી લાગી હોવાનું કહેવાઈ રહ્યું હતું.
બાંદરા-ઈસ્ટમાં ગવર્નમેન્ટ કૉલોની અને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સની વચ્ચે આવેલા સંત જ્ઞાનેશ્વર નગર ઝૂંપડપટ્ટીમાં ગઈ કાલે બપોરે ૨.૩૦ વાગ્યે આગ ફાટી નીકળી
બાંદરા-ઈસ્ટમાં ગવર્નમેન્ટ કૉલોની અને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સની વચ્ચે આવેલા સંત જ્ઞાનેશ્વર નગર ઝૂંપડપટ્ટીમાં ગઈ કાલે બપોરે ૨.૩૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આ આગ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાથી લાગી હોવાનું કહેવાઈ રહ્યું હતું. એક જ ઘરમાં લાગેલી આગે આજુબાજુનાં ઘરોને પણ ઝપેટમાં લઈ લીધાં હતાં. આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને અંદાજે ૧૫ જેટલાં ઘર બળીને ખાખ થઈ ગયાં હતાં. આગ લાગ્યાની જાણ થતાં ફાયર-બ્રિગેડનાં પાંચ ફાયર-એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. ફાયર-બ્રિગેડ કન્ટ્રોલના જણાવ્યા અનુસાર ૪.૦૬ વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, એ પછી કૂલિંગ-ઑપરેશન ચલાવાઈ રહ્યું હતું. આગમાં કોઈને ઈજા થઈ નથી.
તસવીરો : આશિષ રાજે