બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો
નવી મુંબઈના દહિસર મોરી વિસ્તારના નાગાવના એક ગોડાઉનમાં બુધવારે રાતે આગ લાગી હતી
નવી મુંબઈના દહિસર મોરી વિસ્તારના નાગાવના એક ગોડાઉનમાં બુધવારે રાતે આગ લાગી હતી. આ ગોડાઉનમાં મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર કંપીનીની ગાડીઓ પાર્ક કરવામાં આવી હતી. એ ઉપરાંત ગાડીના પાર્ટ્સનો મોટો જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હતો.
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીએ કહ્યું હતું કે ‘વિકરાળ બની ગયેલી આગને ઓલવવા માટે થાણે, કોપર ખૈરણે, નેરુળ, બેલાપુર અને ઐરોલીથી ફાયર એન્જિન મગાવવામાં આવ્યાં હતાં. આ આગમાં પાર્ક કરાયેલાં બે કમર્શિયલ વેહિકલ અને ચાર પ્રાઇવેટ વેહિકલ બળીને ખાખ થઈ ગયાં હતાં. એ ઉપરાંત સ્પેરપાર્ટ્સનો સ્ટૉક પણ બળીને ખાખ થઈ ગયો હતો. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે એ પછી કૂલિંગ ઑપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. આગમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.’