Operation Tiger: જલગાંવ જિલ્લાના ભુસાવળમાં શરદ પવારની નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીને શિંદેએ મોટો આંચકો આપ્યો છે. કારણ કે શરદપવાર જૂથના બે પ્રભાવક નેતાઓ અને ૧૧ કોર્પોરેટરોએ હવે શિંદેસેનામાં પ્રવેશ કરી લીધો છે.
શરદ પવાર
મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. હાલમાં રાજકીય પક્ષોમાં જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે. અને એ બધાની પાછળ છે એકનાથ શિંદેનું ઑપરેશન ટાઈગર (Operation Tiger). તાજતેરમાં જ શિંદેએ વિપક્ષી પાર્ટીની મટકી ફોડી હોય કંઇક એવું ચિત્ર સામે આવ્યું છે. ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભુસાવળમાં શરદ પવારની નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીને શિંદેએ મોટો આંચકો આપ્યો છે. કારણ કે શરદપવાર જૂથના બે પ્રભાવક નેતાઓ અને ૧૧ કોર્પોરેટરોએ હવે શિંદેસેનામાં પ્રવેશ કરી લીધો છે.
રિપોર્ટ્સ પ્રમાણે મુંબઈમાં રાજ્યના (Operation Tiger). નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની ઉપસ્થિતિમાં આ તમામ નેતાઓનો શિંદેસેનામાં પ્રવેશકાર્યક્રમ યોજાયો હતો. શરદ પવાર જૂથના પૂર્વ નગરપ્રમુખ અનિલ ચૌધરી અને પૂર્વ નગરપ્રમુખ ગાયત્રી ભંગાળે પોતાના સમર્થકો સાથે શિંદેસેના સાથે હાથ મિલાવ્યા છે. આ કાર્યક્રમમાં એકનાથ શિંદેએ આ તમામ નેતાઓનું પક્ષમાં સ્વાગત કરીને ભાવિ રાજકીય સફર માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ADVERTISEMENT
એક તરફ આ નેતાઓએ શરદ પવારનો સાથ છોડીનએ શિંદેસેનામાં પ્રવેશ (Operation Tiger). કર્યો છે ત્યાં બીજી તરફ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે ભુસાવળ નગરપાલિકાનું પ્રમુખપદ બચાવવા માટે ગાયત્રી ભંગાળે શિવસેનામાં આવી ગયા છે. વર્ષ ૨૦૨૫ની પાલિકાની ચૂંટણીમાં ગાયત્રી ભંગાળેએ ટેક્સટાઇલ મંત્રી સંજય સાવકારેના પત્ની રજની સાવકારેને હરાવીને નગરપ્રમુખ પદે વિજય મેળવ્યો હતો. પરંતુ પછીથી કાસ્ટ વેરિફિકેશન કમિટી દ્વારા તેમનું જાતિ પ્રમાણપત્ર અમાન્ય ઠેરવવામાં આવતા તેઓ અપાત્ર ઠર્યા હતા. આ જ કારણોસર પોતાનું નગરપાલિકાનું પ્રમુખપદ બચી જાય એ માટે તેઓએ શિંદેસેનાનો સથવારો લીધો હોય તેવી ચર્ચાઓ જાગી છે.
એકનાથ શિંદેની શુભેચ્છા પોસ્ટ
? मुंबई |#जळगाव जिल्ह्यातील भुसावळ नगरपालिकेतील राष्ट्रवादी काँग्रेस शरद पवार गटाच्या ११ नगरसेवकांनी आज #शिवसेना पक्षात जाहीर प्रवेश केला. याप्रसंगी या सर्वांचे पक्षात स्वागत करून भावी यशस्वी वाटचालीसाठी शुभेच्छा दिल्या.
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) September 3, 2026
गायत्री भंगाळे, आणि अनिल चौधरी यांचा पक्षप्रवेश काल… pic.twitter.com/BNSwDKtxU1
નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોસ્ટમાં લખ્યું છે કે, "જલગાંવ જિલ્લામાં ભુસાવળ મ્યુનિસિપલ કાઉન્સિલ(Operation Tiger), શરદ પવાર જૂથના ૧૧ કાઉન્સિલરો આજે જાહેરમાં શિંદેજૂથમાં સામેલ થયા છે. તેમનું પક્ષમાં સ્વાગત છે અને તેમની ભાવિ યાત્રાની સફળતા માટે શુભેચ્છા પાઠવું છું. આ તમામ કોર્પોરેટર્સના શિંદેસેનામાં જોડાયાના પ્રસંગે શિવસેનાના સચિવ સુશાંત શેલાર તેમજ શિવસેનાના પદાધિકારીઓ અને જલગાંવ અને ભુસાવળના શિવસૈનિકો હાજર રહ્યા હતા"
અનિલ ચૌધરી અને ગાયત્રી ભંગાળેના નેતૃત્વમાં સચિન સંતોષ ચૌધરી, ઇકબાલ દિલનવાઝ શેખ, ઉલ્હાસ ભીમરાવ પગારે, સુભદ્રા ગુંજાળ, અમીન કુરેશી, શેખ નસીબ શેખ નદીમ, સચિન ભાસ્કર પાટીલ, અકીલ નાદર પિંજારી, શબાના બી સિકંદર ખાન, પુષ્પા કૈલાસ ચૌધરી અને સુનિતા કૃષધનકર વગેરે ૧૧ કોર્પોરેટરોએ પણ શિંદેસેનામાં પ્રવેશ લીધો છે. તે સિવાય સિકંદર ખાન, નદીમ સરકાર, ઇસાક બાગબાન, ઓમપ્રકાશ ઝા, ગિરીશ પારધી, મહેન્દ્ર ચૌધરી, નરસિંહ તાયડે, અનિકેત ઝા, નચિકેત મંડવાળે, આસિફ ખાન, આરિફ શેખ સહિત અનેક સામાજિક કાર્યકરોએ પણ શિંદેસેનામાં એન્ટ્રી કરી લીધો છે. આમ આ મોટા પક્ષપલટાને કારણે ભુસાવળમાં શરદ પવારના જૂથમાં મોટું ભંગાણ થયું છે.
