અંબરનાથ સ્ટેશન પર બ્રિજ પર પહોંચવા કરતાં પાટા ઓળંગવા ઈઝી હોવાથી અક્સ્માતનું જોખમ
વૉકર લઈને પાટા ક્રૉસ કરતો દિવ્યાંગ માણસ અને તેને પ્લૅટફૉર્મ પર ચડવામાં મદદ કરી રહેલા અન્ય પૅસેન્જર્સ.
સેન્ટ્રલ રેલવેના અંબરનાથ સ્ટેશન પર એક પ્લૅટફૉર્મથી બીજા પ્લૅટફૉર્મ પર જવા માટે એક શારીરિક રીતે અક્ષમે વૉકરની મદદથી પાટા ક્રૉસ કર્યાનો વિડિયો વાઇરલ થયો છે. જોકે એ જ વખતે એક ટ્રેન આવી રહી હોવાથી અન્ય પૅસેન્જર્સ મદદ કરવા દોડ્યા હતા અને તેને સેફલી પ્લૅટફૉર્મ પર ચડાવી દીધો હતો. જોકે આ જોઈ ટ્રેન પણ ધીમી પડી હતી, નહીં તો મિનિટ - બે મિનિટનો તફાવત ગોઝારા અકસ્માતમાં ફેરવાઈ શક્યો હોત.
શારીરિક રીતે અક્ષમે આ રીતે પાટા ક્રૉસ કર્યા હોવાથી અનેક નેટિઝનોએ તેના એ કૃત્યને વખોડતાં કહ્યું હતું કે તેણે જીવની બાજી લગાવી ટ્રૅક ક્રૉસ કરવા કરતાં બ્રિજનો ઉપયોગ કરવો જોઈતો હતો. જોકે કેટલાક સ્થાનિક પૅસેન્જરોએ કહ્યું હતું કે અંબરનાથ સ્ટેશન પર પ્લૅટફૉર્મ નંબર ૨-૩ પર લિફ્ટ કે એસ્કેલેટર નથી. વળી બ્રિજ પણ બહુ જ લાંબે છે, ઊંચો છે. એથી શારીરિક રીતે અક્ષમ વ્યક્તિએ આ પગલું લીધું હોવું જોઈએ.
