Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > VIBEની અલગ જ કહાણી, કુણાલ ખેમુની ઍક્શન કૉમેડી ફિલ્મનું ટ્રેલર રિલીઝ

VIBEની અલગ જ કહાણી, કુણાલ ખેમુની ઍક્શન કૉમેડી ફિલ્મનું ટ્રેલર રિલીઝ

Published : 03 September, 2026 05:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એમેઝોન MGM સ્ટુડિયોઝે પોતાની આગામી થિયેટર રિલીઝ ફિલ્મ VIBEનું ટ્રેલર રિલીઝ કર્યું છે. કુણાલ ખેમુ દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત આ ઍક્શન કૉમેડી ફિલ્મ બે ખાસ મિત્રોની આસપાસ ફરે છે.

VIBEની અલગ જ કહાણી, કુણાલ ખેમુની ઍક્શન કૉમેડી ફિલ્મનું ટ્રેલર રિલીઝ

VIBEની અલગ જ કહાણી, કુણાલ ખેમુની ઍક્શન કૉમેડી ફિલ્મનું ટ્રેલર રિલીઝ


18 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ VIBE પ્રીતિ ઝિન્ટા પણ જોવા મળશે મહત્વની ભૂમિકામાં. એમેઝોન MGM સ્ટુડિયોઝે પોતાની આગામી થિયેટર રિલીઝ ફિલ્મ VIBEનું ટ્રેલર રિલીઝ કર્યું છે. કુણાલ ખેમુ દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત આ ઍક્શન કૉમેડી ફિલ્મ બે ખાસ મિત્રોની આસપાસ ફરે છે. સામાન્ય જીવન જીવતા બંને મિત્રો અચાનક એક એવા ખતરનાક મિશનમાં ફસાઈ જાય છે, જેમાં તેમની મિત્રતા ઉપરાંત તેમની સર્વાઇવલ સ્કિલ્સની પણ કસોટી થાય છે. કુણાલ ખેમુ અને ચિરાગ નિહલાનીએ ડ્રોંગો ફિલ્મ્સના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. ફિલ્મમાં ઍક્શન, કૉમેડી, મ્યુઝિક અને રોમાંચનો મજબૂત ડૉઝ જોવા મળશે. કુણાલ ખેમુ સાથે પ્રીતિ ઝિન્ટા, સ્પર્શ શ્રીવાસ્તવ અને વંશિકા ધીર મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે યશપાલ શર્મા અને દિનેશ લાલ યાદવ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

બે સામાન્ય મિત્રો અચાનક બની જાય છે હીરો



ફિલ્મના ટ્રેલરમાં કુણાલ ખેમુના હાર્દિક અને સ્પર્શ શ્રીવાસ્તવના બગ્સના પાત્રની ઓળખ કરાવવામાં આવે છે. બંને મિત્રો પોતાની સામાન્ય જિંદગી જીવી રહ્યા હોય છે. જોકે દેશ સામે એક મોટું જોખમ ઊભું થતાં બંનેને અચાનક હીરોની ભૂમિકા ભજવવી પડે છે. ખાસ વાત એ છે કે બંને આ પ્રકારના કોઈ મિશન માટે તૈયાર નથી અને તેમને એ વાતનો પણ અંદાજ નથી કે તેઓ કઈ મુશ્કેલીમાં ફસાવાના છે. ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા મેડમ એચની ભૂમિકામાં જોવા મળશે. આ પાત્ર દ્વારા પ્રીતિ ઝિન્ટા પહેલીવાર એક અલગ જ ઍક્શન કૉમેડી અવતારમાં જોવા મળશે. ટ્રેલરમાં મેડમ એચ બંને મિત્રોને એક મોટા અને જોખમી મિશન પર મોકલે છે. ટ્રેલરમાં રમૂજી સંવાદો, બંને મિત્રોની નોકઝોક અને કૉમેડી સાથે હાઇ ઓક્ટેન ઍક્શન સિક્વન્સ પણ જોવા મળે છે. પેપી મ્યુઝિક અને વાર્તામાં આવતા અનેક ટ્વિસ્ટ ફિલ્મને વધુ રસપ્રદ બનાવે છે.


નીખિલ માધોકે શું કહ્યું?


પ્રાઇમ વીડિયો અને એમેઝોન MGM સ્ટુડિયોઝ ઇન્ડિયાના ડિરેક્ટર તથા હેડ ઑફ ઓરિજિનલ્સ નીખિલ માધોકે જણાવ્યું કે VIBEમાં ઍક્શન અને કૉમેડી વચ્ચેનું સંતુલન ફિલ્મની ખાસિયત છે. તેમના મતે ફિલ્મમાં એવા બે પાત્રો છે જેમની પાસેથી કોઈ હીરો બનવાની અપેક્ષા રાખતું નથી, પરંતુ પરિસ્થિતિ તેમને એ ભૂમિકા ભજવવા માટે મજબૂર કરે છે. તેમણે કહ્યું કે ફિલ્મમાં હ્યુમર, ઍક્શન અને એનર્જીનું એવું કૉમ્બિનેશન છે જે સિનેમાઘરમાં દર્શકોનું મનોરંજન કરશે. કુણાલ ખેમુએ આ ફિલ્મ દ્વારા કૉમેડી અને ઍક્શનના ક્ષેત્રમાં પોતાની ક્ષમતા ફરી એકવાર સાબિત કરી છે.

ચિરાગ નિહલાની માટે ખાસ છે VIBE

ડ્રોંગો ફિલ્મ્સના પ્રોડ્યુસર અને કૉ-ફાઉન્ડર ચિરાગ નિહલાનીએ જણાવ્યું કે VIBE તેમની પહેલી પ્રૉડક્શન ફિલ્મ છે અને તેથી આ ફિલ્મ તેમના માટે ખાસ છે. શરૂઆતથી જ કુણાલ ખેમુ સાથે મળીને એવી ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો જે અલગ હોય, મહત્વાકાંક્ષી હોય અને દર્શકોનું ભરપૂર મનોરંજન કરે. તેમણે કહ્યું કે ફિલ્મની દુનિયા અને તેની ટોનને લઈને શરૂઆતથી સ્પષ્ટ વિઝન હતું અને તેને પડદા પર ઉતારવા માટે સમગ્ર ટીમે સાથે મળીને કામ કર્યું છે.

કુણાલ ખેમુએ કહ્યું ફિલ્મમાં બધું જ છે

ફિલ્મના લેખક, દિગ્દર્શક અને પ્રોડ્યુસર કુણાલ ખેમુએ જણાવ્યું કે તેઓ VIBE દ્વારા એવી મનોરંજક ફિલ્મ બનાવવા માગતા હતા જે દર્શકો પરિવાર, મિત્રો સાથે અથવા એકલા પણ સિનેમાઘરમાં જઈને માણી શકે. કુણાલના જણાવ્યા મુજબ ફિલ્મમાં કૉમેડી, હાઇ ઓક્ટેન ઍક્શન, રોમાન્સ અને મ્યુઝિક સહિત મનોરંજનના અનેક તત્વો છે. સામાન્ય લોકો જ્યારે અચાનક પોતાના નિયંત્રણની બહારની અફરાતફરીમાં ફસાઈ જાય ત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે, તેમાંથી ફિલ્મની કૉમેડી ઊભી થાય છે. કુણાલે ફિલ્મમાં અભિનય કરવાની સાથે તેને લખવા, દિગ્દર્શિત કરવા અને પ્રોડ્યુસ કરવાના અનુભવને પણ યાદગાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે પ્રીતિ ઝિન્ટા, સ્પર્શ શ્રીવાસ્તવ, વંશિકા ધીર, યશપાલ શર્મા, દિનેશ લાલ યાદવ સહિતની સમગ્ર કાસ્ટે પોતાના પાત્રોમાં કંઈક અલગ ઉમેર્યું છે.

પ્રીતિ ઝિન્ટા અલગ અવતારમાં જોવા મળશે

પ્રીતિ ઝિન્ટાએ પોતાના પાત્ર વિશે વાત કરતાં જણાવ્યું કે મેડમ એચનું સૌથી ખાસ પાસું તેની અલગ એનર્જી છે. તે પોતાના દેશને ખૂબ પ્રેમ કરે છે અને તેની રક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. પ્રીતિએ જણાવ્યું કે મેડમ એચ કોઈ કામ કરવાનું નક્કી કરે તો તેને પૂરું કરવા માટે રસ્તો શોધી જ કાઢે છે, પછી ભલે તે રસ્તો સાચો હોય કે ખોટો. આવા દૃઢ વિચાર ધરાવતા મહિલાના પાત્રને ભજવવાનો અનુભવ તેમના માટે અલગ રહ્યો છે.

તેમણે કુણાલ ખેમુ સાથે કામ કરવાના અનુભવને પણ યાદગાર ગણાવ્યો અને કહ્યું કે ફિલ્મનું શૂટિંગ પોતાનામાં જ એક એડવેન્ચર જેવું હતું. દરરોજ સેટ પર આગળ શું થવાનું છે તેની ખબર ન પડતી અને ફિલ્મની અલગ જ વાઇબ સાથે આ અનુભવ સંપૂર્ણ રીતે બંધબેસતો હતો. એમેઝોન MGM સ્ટુડિયોઝની ફિલ્મ VIBE 18 સપ્ટેમ્બર 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 05:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK