ડોમ્બિવલીમાં પણ દહીહંડી બંધ રાખવામાં આવી છે
બદલાપુર પશ્ચિમમાં ઝેંદા ચોક, જ્યાં દર વર્ષે બીજેપી નેતા રાજેન્દ્ર ઘોરપડે દ્વારા દહીં હાંડીનો કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યાં મંગળવારે સન્નાટો હતો. (તસવીરઃ સૈય્યદ સમી આબેદી)
બદલાપુરની સ્કૂલના સફાઈ-કર્મચારી દ્વારા બે બાળકીઓના વિનયભંગની ઘટના તાજેતરમાં જ બની હોવાથી લોકોમાં એ બાબતે રોષ છે એટલે ગઈ કાલે બદલાપુરમાં દહીહંડીનું આયોજન કરતા બદલાપુરવાસીઓએ ‘નો દહીહંડી’ જાહેર કરીને બદલાપુરમાં દહીહંડીની ઉજવણી બંધ રાખી હતી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વિધાનસભ્ય રાજુ પાટીલે કહ્યું હતું કે અમે ઉલ્હાસનગરમાં દહીહંડીનું આયોજન કર્યું હતું એ બંધ રાખ્યું છે. એ જ રીતે ડોમ્બિવલીમાં પણ દહીહંડી બંધ રાખવામાં આવી છે.